AMC પેટ ડોગ સ્મશાન શરૂ

Spread the love

 

અમદાવાદમાં ગુજરાતનું સૌ પ્રથમ CNG પેટ ડોગ સ્મશાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પેટ ડોગ સ્મશાન શરૂ કરવામાં આવતા મૃત્યુ પામેલા પેટ ડોગનું અંતિમ સંસ્કાર કરવા લોકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો છે. શહેરના ભાઈપુરા, મોટેરા, મણીનગર, શાહપુર, વસ્ત્રાપુર , શાહીબાગ, પ્રહલાદનગર, ઓઢવ, ઘોડાસર, ઇસ્કોન, બોડકદેવ, પાલડી, વાસણા વિસ્તારના 15 જેટલા પેટ ડોગ્સની અંતિમવિધિ કરવામાં આવી છે. તેના માલિકો/જીવદયા પ્રેમીઓ સહભાગી બની 25,100નું ઓનલાઈન ડોનેશન પણ આપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી માટે નિયત કરાયેલ “અંતિમ વિદાય સેવા રથ – ડેડ બોડી એમ્બ્યુલન્સ “પેટ ડોગ્સનાં માલિકના ઘરે જઈ મૃત્યુ પામેલા પેટ ડોગને સન્માન પૂર્વક લઈ આપવાની અંતિમ વિદાય તેની વિધિ ઘરે બેઠા મોબાઈલમાં જોવાની સેવાનો લોકોએ લાભ લીધો છે અને સારા પ્રતિભાવ આપેલા છે. પરિવારના સભ્ય તરીકે રાખતા પેટ ડોગ્સનાં અવસાનથી ઉભી થયેલ દુ:ખદ પળને સહન કરવાના સમયે તેની સન્માન પૂર્વક અંતિમ વિદાય આપવાની તથા માલિકને અસ્થિ ફૂલ માટલીમાં અર્પણ કરવાની સેવા પૂરી પાડવા બદલ પેટ ડોગ ઓનર્સ દ્વારા AMCનો આભાર માનવામાં આવ્યો છે. શહેરમાં અન્ય વિસ્તારમાં આવી સેવા ઉભી કરવાની આશા રાખે છે. જે માટે ચાલુ વર્ષના બજેટમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બજેટની જોગવાઈ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *