વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર કારચાલકે દીપડાને અડફેટે લીધો

Spread the love

 

વડોદરા નજીક કારની અડફેટે એક દીપડાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઉપર કારચાલકે દીપડાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. બનાવની જાણ થતાં વનવિભાગ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને દિપડાના મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે દીપડા જોવા મળે છે. ખોરાકની શોધમાં તેઓ આમ તેમ ફરતા રહે છે. પાદરા નજીક વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર એક કારની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હતું. સુરત તરફથી કાર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો દરમિયાન માર્ગ ઓળંગી રહેલા દીપડાને ટક્કર મારી હતી. અકસ્માતમાં દીપડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતાં. દીપડો એ શિડયુઅલ 1ની પ્રાણી હોવાથી તેનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે અને કારચાલક સામે તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ બાદ દીપડાને અગ્નિદાહ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *