
દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં આગામી એપ્રિલ માસમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. પયમિ બંગાળ, આસામ, તમિળનાડુ તથા કેરળ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી આ ચૂંટણીઓ માટે માર્ચ મહિનાના મધ્યભાગમાં કાર્યક્રમ જાહેર કરાશે તેમ સત્તાવાર સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું.
આ પાંચેય વિધાનસભાનો કાર્યકાળ મે અને જૂનમાં અલગ-અલગ તારીખે પૂરો થાય છે. પુડચેરીમાં પાંચ વર્ષનો કાર્યકાળ ૧૫ જૂનના રોજ પૂરો થાય છે, જ્યારે આસામ, કેરળ, તમિળનાડુ તથા ૫૧ મિ બંગાળની વિધાનસભાનો કાર્યકાળ અનુક્રમે, ૨૦, ૨૩. ૧૦ અને ૭મી મેના રોજ પૂર્ણ થાય છે. ચૂંટણી પંચના અધિકારીઓએ ચૂંટણીને લગતી તૈયારીઓ માટે આ રાજ્યોનો પ્રવાસ શરૂ કરી દીધો છે. ગઈ વખતે ૫૧ મિ બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાઈ હતી. જે અત્યાર સુધીમાં સૌથી વધુ તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી હતી જ્યારે આસામમાં બે તબક્કામાં તથા તમિળનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક-એક તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.
હાલમાં દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી વિશેષ મતદાર સુધારણા યાદીની કવાયત અંતર્ગત, પુડુચેરીએ ૧૪ ફેબ્રુઆરીના રોજ સૌપ્રથમ અંતિમ મતદાર યાદી જારી કરી હતી. કેરળમાં અંતિમ મતદાર યાદી ૨૧મી ફેબ્રુઆરીએ જ્યારે પ^ મિ બંગાળની અંતિમ યાદી ૨૮ ફેબ્રુઆરીના રોજ જારી કરાશે. આસામની યાદી ૧૦ ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરાઈ હતી હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિતની ચૂંટણી પંચની મુખ્ય અધિકારીઓની ટીમ ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા આસામ પહોંચી છે