ગુજરાતના સવા લાખ વકીલો માટે બજેટમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, 280 થી વધુ બાર એસોસિયેશનને સીધો ફાયદો
BJP લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને સરકારે આ ગ્રાન્ટ મંજૂર કરી છે. આ પહેલ અંતર્ગત ગુજરાતની તમામ 280 થી વધુ બાર એસોસિએશનોને ટેકનોલોજીકલ રીતે સજ્જ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
બેક ઓફિસ સોફ્ટવેર:
તમામ 280 થી વધુ બાર એસોસિએશનોને હાઇ-લેવલ સોફ્ટવેર આપવામાં આવશે, જેનાથી મેમ્બર મેનેજમેન્ટ વધુ સુરક્ષિત અને સરળ બનશે.
સમર્પિત મોબાઈલ એપ:
દરેક એડવોકેટ સભ્ય માટે અલગ મોબાઈલ એપ ઉપલબ્ધ કરાવાશે, જેમાં ૧૦૦થી વધુ પ્રોએક્ટિવ સુવિધાઓ જેવી કે કેસ મેનેજમેન્ટ, ક્લાયન્ટ મેનેજમેન્ટ અને ઓનલાઈન પેમેન્ટની સગવડ હશે.
AI ટેકનોલોજીનો ઉપયોગ:
વકીલોની કામગીરીને વેગ આપવા માટે LegalGPT, AI ડ્રાફ્ટિંગ, AI આધારિત કેસ સમરી અને ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશન જેવી અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવામાં આવશે.
ડિજિટલ કનેક્ટિવિટી:
દરેક બાર એસોસિએશનને પોતાની સત્તાવાર વેબસાઇટ મળશે અને સિનિયર વકીલો દ્વારા માર્ગદર્શન માટે ખાસ ઈ-વિડિયો ચેનલ પણ શરૂ કરવામાં આવશે.
ગુજરાતનો કાયદાકીય વ્યાપ પારદર્શક બનશે
જે. જે. પટેલે આ અંગે ખાતરી આપતા જણાવ્યું છે કે, આ માત્ર એક ડિજિટલ પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતના વકીલ સમાજને વૈશ્વિક સ્તરની ટેકનોલોજીથી સજ્જ કરવાનો એક ઐતિહાસિક સંકલ્પ છે. સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત થયાના ટૂંકા ગાળામાં જ આ તમામ સેવાઓ કોઈ પણ વધારાના ખર્ચ વગર વકીલ મિત્રો માટે કાર્યરત કરી દેવામાં આવશે. આ નિર્ણયથી ગુજરાતનો કાયદાકીય વ્યાપ વધુ પારદર્શક, ઝડપી અને આધુનિક બનશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો વકીલો અને ન્યાયિક પ્રક્રિયાને મળશે.
