શોર્ટકટમાં વાંચી લો ગુજરાત રાજ્યનું બજેટ, કનુકાકા એ શું કાઢ્યું, શું આપ્યું, કોને થયો ફાયદો, વાંચી લો ફટાફટ

Spread the love

 

  1. આજે ગુજરાત વિધાનસભામાં સરકારનું બજેટ રજૂ થયું થયું છે. નાણાં મંત્રીએ આજે બજેટ રજૂ કરીને અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ હતી
  2. સરકારના બજેટનું કદ 4 લાખ 8 હજાર 53 કરોડ
  3. વર્ષ 2026 – 27 માટે સરકારે રજૂ કર્યુ બજેટ
  4. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રજૂ કર્યુ બજેટ
  5. સતત 5મી વાર કનુભાઇ દેસાઇએ રજૂ કર્યું બજેટ
  6. PM મોદીએ જનસેવક તરીકે અવિરત 24 વર્ષ પૂર્ણ કર્યાઃ નાણામંત્રી
  7. ભારતને ચોથી અર્થવ્યવસ્થા બનવા બદલ અભિનંદનઃ નાણામંત્રી
  8. રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છેઃ નાણામંત્રી
  9. શહેરી આયોજન વધુ અસરકારક બનશેઃ નાણામંત્રી
  10. ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ – 2030ની યજમાની મળીઃ નાણામંત્રી
  11. ‘વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સરકાર કટિબદ્ધ’
  12. નવી 2000 આંગણવાડી બનશેઃ નાણામંત્રી
  13. 3 લાખ 15 હજાર આવાસ પૂરા પડાશેઃ નાણામંત્રી
  14. 121 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત કરાશેઃ નાણામંત્રી
  15. ઘર સૌના માટે કુલ 4272 કરોડની જોગવાઇ
  16. 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ અપાશે
  17. પછાત વર્ગ માટે શિક્ષણ સહાયમાં વેગ મળશે
  18. 3 વર્ષમાં 1.35 લાખથી વધુ લાભાર્થીઓને લોન
  19. પછાત વર્ગને શિક્ષણ સહાયમાં 869 કરોડની જોગવાઇ
  20. G RAM Gમાં કામના દિવસો વધારવામાં આવ્યા
  21. 15 તાલુકામાં લાયબ્રેરી સ્થાપવામાં આવશે
  22. 97 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે
  23. આધુનિક લાયબ્રેરી માટે 6 કરોડની ફાળવણી
  24. સુરત, ભાવનગર, જામનગરમાં IVF સેન્ટર બનશે
  25. શિક્ષણની ગુણવત્તા સુધારવા 120 કરોડની જોગવાઇ
  26. 100 કરોડના ખર્ચે ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાયબ્રેરી સ્થપાશે
  27. 154 નવા ધનવંતરી રથો શરુ કરાશે
  28. 120 મિની GIDCને આધુનિક બનાવાશે
  29. 120 કરોડના ખર્ચે બાલવાટિકા, શાળાઓનું નિર્માણ કરાશે
  30. મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના માટે 80 કરોડની જોગવાઇ
  31. 25 GIDCને સ્માર્ટ બનાવવામાં આવશે
  32. સુરત, વડોદરા, રાજકોટમાં આઇ – હબનું રીજનલ સેન્ટર બનશે
  33. મહેસાણામાં આઇ – હબનું રીજનલ સેન્ટર બનશે
  34. MSME માટે 1700 કરોડથી વધુની જોગવાઇ
  35. 5 નવી GIDCની સ્થાપના કરાશેઃ નાણામંત્રી
  36. ટેક્સટાઇલ માટે 2700 કરોડથી વધુની ફાળવણી
  37. વીબી જી રામજી યોજના માટે 1500 કરોડની જોગવાઇ
  38. દાહોદ, ઝાલોદ, ગરબાડા, અરવલ્લીમાં GIDC સ્થપાશે
  39. ખેડૂતો માટે બજેટમાં વિશેષ ભાર
  40. 11 હજાર કરોડથી વધુ રાહત પેકેજ
  41. શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા 6 લાખ કરી
  42. 6 સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે
  43. અમદાવાદ એલડી કોલેજ ખાતે 51 કરોડના ખર્ચે રિસર્ચ પાર્ક બનશે
  44. મા યોજના 3472 કરોડની જોગવાઇ કરવામાં આવી
  45. ખેડૂતો પાસેથી 18 હજારથી વધુના પાકની ખરીદીઃ નાણામંત્રી
  46. સૌની યોજનાના વિસ્તરણ માટે 473 કરોડની જોગવાઇ
  47. ખેડૂતોને કૃષિ ઓજારો ખરીદવા 1565 કરોડની જોગવાઇ
  48. 15 તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીનું નિર્માણ કરાશે
  49. ખેડૂતો માટે વ્યાજ સહાય માટે 1539 કરોડ
  50. સુજલામ સુફલામ યોજના માટે 3043 કરોડની જોગવાઇ
  51. પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન સર્ટિફિકેટ માટે 39 કરોડ
  52. સુજલામ સુફલામ પાઇપલાઇન માટે 1200 કરોડની ફાળવણી
  53. ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઇ
  54. કિસાન ક્રેડિટ કાર્ડ માટે 1539 કરોડની જોગવાઇ
  55. મત્સ્ય નિકાસ વધારવા માટે 1340 કરોડની જોગવાઇ
  56. વિધવા બહેનો માટે 2848 કરોડની ફાળવણી
  57. નમો લક્ષ્મી માટે 1200 કરોડથી વધુની ફાળવણી
  58. આંગણવાડી માટે 972 કરોડની જોગવાઇ
  59. વિધવા બહેનો માટે 2848 કરોડની ફાળવણી
  60. નળકાંઠાના ગામોને પીવાના – સિંચાઇના પાણી માટે 958 કરોડ
  61. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે 40 કરોડની જોગવાઇ
  62. વિકસિત ગુજરાત ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઇ
  63. સહકારી મંડળીઓને બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવા 112 કરોડ
  64. ITI કરતી દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર
  65. નમો એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે 3 હજાર કરોડની જોગવાઇ
  66. ધોલેરા ફેઝ – 1ને વેગ આપવા પર વધુ ભાર
  67. અંબાજીમાં કોપરની નવી ખાણથી તાંબાની આયાત ઘટશે
  68. ધોલેરા – સાણંદમાં સેમીકોન હબ માટે 610 કરોડની જોગવાઇ
  69. અંબાજીમાં પ્રથમ ભૂગર્ભ કોપર – લેડ – ઝીંક ખાણ શરુ થશે
  70. કચ્છની યોજના માટે 1333 કરોડની ફાળવણી
  71. અમદાવાદ જિલ્લામાં સિંચાઇ માટે 958 કરોડ
  72. સ્માર્ટ પાર્કિંગ માટે રુ. 100 કરોડની જોગવાઇ
  73. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે
  74. કુદરતી આફતોને પહોંચી વળવા 1855 કરોડ
  75. લોકોને બધી સરકારી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર મળશે
  76. 100 કરોડના ખર્ચે સરકાર નવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવશે
  77. આપત્તિ કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડની જોગવાઇ
  78. બોર્ડર વિસ્તારમાં એલિવિટેડ કેબલ નેટવર્ક માટે 100 કરોડની જોગવાઇ
  79. વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત 500 કરોડની જોગવાઇ
  80. પ્રદૂષણની સમસ્યા દૂર કરવા 300 કરોડની જોગવાઇ
  81. નાના અને મધ્યમ ઉદ્યોગોને વેગ આપવા 1775 કરોડ
  82. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 5600 કરોડની જોગવાઇ
  83. શહેરી વિકાસ વિભાગ માટે 16116 કરોડની જોગવાઇ
  84. બજેટ દરમિયાન હર હર મહાદેવના નારા લાગ્યા
  85. કલોલ, સાણંદ, સાવલીને નવા શહેર તરીકે વિકસાવાશે
  86. બારડોલી અને હીરાસરને નવા શહેર તરીકે વિકસાવાશે
  87. સોમનાથ, શિવરાજપુરના વિકાસ માટે 60 કરોડની જોગવાઇ
  88. બહુચરાજી ધામના વિકાસ માટે 55 કરોડ
  89. સોમનાથ દાદાને ધામને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે
  90. અંબાજી કોરીડોરના વિકાસ માટે 300 કરોડની જોગવાઇ
  91. 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવાશે
  92. લોથલ અને ધોળાવીરામાં ગાઇડો તૈયાર કરાશે
  93. મહાશઇવરાત્રિ મેળા સહિત માટે 55 કરોડની જોગવાઇ
  94. લોથલ – ધોળાવીરા માટે 95 કરોડની ફાળવણી
  95. સોમનાથ ખાતે આઇકોનિક બસ સ્ટેશન બનશે
  96. આઇકોનિકસ બસ સ્ટેશન માટે 447 કરોડની ફાળવણી
  97. વિસાવાડા – પોરબંદર કાંઠાનો પણ વિકાસ કરશે સરકાર
  98. સખી મંડળ સ્વ – સહાય આપવા 45 કરોડ
  99. 500 એસી ઇલેક્ટ્રિક બસો સહિત 2463 નવી બસો જોડાશે
  100. સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે 2000 કરોડ
  101. સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે માટે 3000 હજાર કરોડ
  102. ઔદ્યોગિક વસાહતોના કામદારો માટે 500 મીની બસ દોડાવાશે
  103. ગામડાની ખેતીની નવી શરતની જમીનો આપમેળે જૂની શરતની ગણાશે
  104. કચ્છમાં ગાંડા બાવળ દૂર કરી ઘાસિયા મેદાન માટે 97 કરોડ
  105. અરવલ્લી પર્વતમાળાની ગ્રીન બેલ્ટ માટે 32 કરોડની જોગવાઇ
  106. પોલીસ ડેટાનું સંકલન કરી AI પ્રોજેક્ટ માટે 60 કરોડ
  107. પેન્શરોને 10 લાખની કેસલેસ સુવિધા માટે આયોજન
  108. કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ
  109. સોલાર પ્રોજેક્ટ માટે 150 કરોડની જોગવાઇ
  110. સમગ્ર દેશમાં ગુજરાત વિકાસમાં નંબર – 1ઃ નાણામંત્રી
  111. કામના દિવસો 100થી વધારી 125 કરાયાઃ નાણામંત્રી
  112. વધુ નવા 50 આરોગ્ય શરુ કરાશેઃ નાણામંત્રી
  113. સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ માટે 73 કરોડ
  114. સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 7086 કરોડ
  115. છાત્રાલયો માટે 327 કરોડની જોગવાઇઃ નાણામંત્રી
  116. આદિવાસી વિસ્તારમાં નવા મોબાઇલ ટાવર માટે 25 કરોડ
  117. 9.85 લાખ વિદ્યાર્થીઓ માટે 630 કરોડની જોગવાઇ
  118. 16 નવી કોલેજો શરુ કરવા આયોજનઃ નાણામંત્રી
  119. સમરસ છાત્રાલયો માટે 26 કરોડની જોગવાઇ
  120. નવી કોલેજો માટે 126 કરોડની જોગવાઇ
  121. વિદ્યાર્થી માટે બસ પાસ માટે 223 કરોડ
  122. આરોગ્ય માટે 25 હજાર 304 કરોડની ફાળવણી
  123. પાલક માતા પિતા યોજના માટે 83 કરોડની જોગવાઇ
  124. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે 100 કરોડ
  125. સ્વરોજગારના લાભાર્થીઓ માટે 700 કરોડથી વધુ
  126. પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ માટે 3055 કરોડ
  127. અન્ન, નાગરિક પુરવઠા માટે 2856 કરોડની જોગવાઇ
  128. રમતગમત ક્ષેત્રે રુ. 1331 કરોડની જોગવાઇ
  129. માર્ગ અને મકાન વિભાગ માટે 29709 કરોડની જોગવાઇ
  130. આદિજાતિ વિસ્તારમાં રસ્તા, પુલ માટે 950 કરોડ
  131. રાજ્યના માર્ગો, પુલની કામગીરી માટે 10008 કરોડ
  132. શહેરી વિકાસ, ગૃહ વિભાગ માટે 33504 કરોડની જોગવાઇ
  133. શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને 3354 કરોડની જોગવાઇ
  134. અમદાવાદ, સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે 2217 કરોડની જોગવાઇ
  135. વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ 1376 કરોડની જોગવાઇ
  136. SOU ખાતે માળખાગત સુવિધા માટે 236 કરોડની જોગવાઇ
  137. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ 150 કરોડની જોગવાઇ
  138. મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે 100 કરોડની જોગવાઇ
  139. SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવાશે
  140. રુ. 100 કરોડના ખર્ચે ગ્રીન હાઇવે તરીકે વિકસાવાશે
  141. કેચ ધ રેઇન યોજના માટે 80 કરોડની જોગવાઇ
  142. PM ઈ – બસ યોજના માટે 40 કરોડની જોગવાઇ
  143. વન અને પર્યાવરણ વિભાગ માટે 3560 કરોડની જોગવાઈ
  144. સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા 750 કરોડની જોગવાઈ
  145. ​વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધનની કામગીરી માટે 667 કરોડ
  146. ​વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે 469 કરોડ
  147. વન વિકાસલક્ષી કામગીરીઓ માટે 372 કરોડ
  148. ટકાઉ વન વ્યવસ્થાપન માટે 258 કરોડની જોગવાઈ
  149. જિલ્લા – તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ માટે 102 કરોડ
  150. ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે રુ. 429 કરોડની જોગવાઈ
  151. 1200 સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા 7 કરોડની જોગવાઇ
  152. ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે 5 કરોડની જોગવાઈ
  153. સરકારી કચેરીઓની છત પર સોલર રુફટોપ નખાશે
  154. સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે 278 કરોડ
  155. બેટરી સંચાલિત દ્ધિચકી – ત્રિચક્રી વાહનો માટે સબસિડી
  156. વાહનોની ખરીદી પર સબસિડી માટે 16 કરોડની જોગવાઈ
  157. બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે 12 કરોડની જોગવાઇ
  158. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 4842 કરોડની જોગવાઇ
  159. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે 500 કરોડ
  160. નવા સબસ્ટેશનો સ્થાપવા માટે 350 કરોડની જોગવાઇ
  161. આધુનિક ટેકનોલોજીથી વીજળી પૂરી પાડવા 201 કરોડ
  162. ઉર્જા બચાવવાના કાર્યો માટે રુ. 100 કરોડ
  163. યાત્રાધામોમાં ગ્રીન, વીજસલામત ઝોન વિકસાવવા 100 કરોડ
  164. ઓવરહેડ નેટવર્કને અન્ડરગ્રાઉન્ડમાં રૂપાંતરિત કરવા 100 કરોડ
  165. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવવા 50 કરોડ
  166. ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે રુ. 25 કરોડ
  167. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ માટે 14858 કરોડ
  168. સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ રુ. 267 કરોડની જોગવાઇ
  169. અલગ – અલગ યોજનાઓ માટે 650 કરોડની જોગવાઇ
  170. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ 100 કરોડની જોગવાઇ
  171. સામાજિક માળખુ ઊભુ કરવા “અટલવાડી” યોજના હેઠળ 60 કરોડ
  172. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ 50 કરોડ
  173. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કુલ 1755 કરોડ
  174. VB – G RAM G અંતર્ગત 1500 કરોડનું આયોજન
  175. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા માટે 25960 કરોડની જોગવાઇ
  176. જળસંપત્તિ પ્રભાગ માટે 13944 કરોડની જોગવાઇ
  177. માહિતી પ્રસારણ વિભાગ માટે રૂ.452 કરોડ
  178. માહિતી ખાતાને સરકાર મોજો કિટ આપશે
  179. અંતરિયાળ વિસ્તારમાં ઝડપથી સમાચાર મોકલવા આયોજન
  180. ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા રૂ. 23 કરોડ
  181. રાજકીય – સામાજિક પુસ્તકોનું ડિજિટાઈઝેશન થશે
  182. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 13492 કરોડની જોગવાઇ
  183. પ્રવાસન, યાત્રાધામ, નાગરિક ઉડ્ડયન માટે 3090 કરોડ
  184. સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2910 કરોડની જોગવાઇ
  185. સ્થાનિક જરૂરિયાતોના વિકાસ કામો માટે 2102 કરોડ
  186. મહેસૂલ વિભાગ માટે કુલ 5552 કરોડની જોગવાઇ
  187. કુદરતી આફતો સામે રાહત આપવા 2145 કરોડ જોગવાઇ
  188. વિવિધ મહેસૂલી કચેરીઓમાં 1546 નવી જગ્યાઓ માટે જોગવાઇ
  189. ગૃહ વિભાગ માટે કુલ રુ. 14265 કરોડની જોગવાઇ
  190. પોલીસકર્મીઓ માટે 5 વર્ષમાં 20444 મકાનો બનશે
  191. મકાન બનાવવા 1571 કરોડની જોગવાઇ
  192. 112 જનરક્ષક પ્રોજેક્ટ માટે 3 હજાર જગ્યાઓ ઉભી કરાશે
  193. ચાર એન્ટી ડ્રોન સિસ્ટમની ખરીદી માટે 20 કરોડ
  194. સ્પેશ્યલ ઓપરેશનલ વ્હિકલ ખરીદવા 9 કરોડની જોગવાઇ
  195. કાયદા વિભાગ માટે કુલ 2702 કરોડની જોગવાઇ
  196. કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે 324 કરોડ
  197. ન્યાયિક અધિકારીઓ, સ્ટાફના મકાનો માટે 225 કરોડ
  198. અદાલતોમાં કમ્પ્યુટરાઇઝેશન – ડિજિટાઇઝેશન માટે 22 કરોડ
  199. વેપારી પેઢીઓનું 3 દિવસમાં GST રજિસ્ટ્રેશન થઇ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *