ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો

Spread the love

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો

સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો: રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલ
***********

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો હતો. માધ્યમિક સ્તરે સંસ્કૃત ભાષાના શિક્ષણને વધુ વેગ આપવા તેમજ આ ક્ષેત્રે કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાની મહત્તા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો છે. નવી પેઢી આ વારસા સાથે જોડાય તે માટે આચાર્યો અને શિક્ષકોની ભૂમિકા મહત્વની છે.

આ કાર્યક્રમમાં રાજ્યની કુલ ૨૨૩ સંસ્થાઓ જોડાઈ હતી. સંસ્થાઓના આચાર્યશ્રીઓ અને સંસ્કૃત વિષયના ગુરુજીઓ સહિત કુલ ૪૭૬ શિક્ષણસેવકોનું તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડૉ. પદ્મકુમારજીએ “પરિવાર પ્રબોધન: સંસ્કૃત દ્વારા વ્યક્તિત્વ વિકાસ, પર્યાવરણ જાગૃતિ અને ઉત્તમ નાગરિક ઘડતર” વિષય પર પ્રેરણાદાયી રજૂઆત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના જતન અને પ્રચાર-પ્રસાર માટે લેવાયેલા આ પ્રયાસને સંસ્કૃતપ્રેમી મહાનુભાવોએ સ્તુત્ય ગણાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ સંસ્કૃતના સંવર્ધન માટે એકજૂટ પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં સંસ્કૃત બોર્ડના ઉપાધ્યક્ષશ્રી ડૉ. પંકજકુમાર ત્રિવેદી, પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ શ્રી મનુભાઈ પાવરા, સાહિત્યકાર ડૉ. કનૈયાલાલ ભટ્ટ તથા સંસ્કૃત વિષ્યા તજજ્ઞો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *