જંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારી

Spread the love

 

 

આજી નદીના પટના 992 અને ટીપી રોડના 497 મકાનોને સાત ઝોનમાં વહેંચી અધિકારીઓને જવાબદારી સોંપાઈ

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ આજી નદી ના પટ્ટા તેમજ આખરી નગર રચના યોજના નં. 6 અંતર્ગત 15 મીટર પહોળાઈ ધરાવતા ટી.પી. રોડની માર્ગરેખામાં આવતાં ગેરકાયદેસર બાંધકામો/દબાણો દૂર કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અગાઉથી નોટીસ અને તક આપવામાં આવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત મિલ્કતધારકોને સમયાંતરે લેખિત નોટીસો પાઠવી કાયદેસરની કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો છતાં રવિવાર સાંજ સુધીમાં જે દબાણો જાતે દૂર ન થયા હોય તેવા મકાનોનું સોમવારે ડિમોલીશન કરવા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં સ્થળ પર પહોંચી રહી છે અને રહેવાસીઓ તથા સંબંધિત મિલ્કતધારકોને જાતે જ દબાણો દૂર કરવા અંગે સીધી સૂચના અને માર્ગદર્શન આપી રહી છે.

ટીમો દ્વારા માર્ગરેખા દર્શાવી સ્પષ્ટ સમજણ આપવામાં આવી રહી છે. કાયદેસર સીમા અંગે સ્થળ પર જ માહિતી આપવામાં આવી રહી છે. સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે છતાં આજ સાંજ સુધીમાં અનેક દબાણો યથાવત રહ્યાનું નજરમાં આવતાં તંત્રએ આજી નદીના પટના 992 અને ટી.પી. રોડના 497 મકાનોને સાત ઝોનમાં વહેંચી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આજે સાંજે ડિમોલીશન અંગેની ફાઈનલ મીટીંગ કર્યા બાદ વહેલી સવારે કાફલો જંગલેશ્ર્વરમાં ત્રાટકશે તેમ જાણવ ા મળેલ છે.

અગાઉ જંગલેશ્ર્વરના લોકોને 800 આવાસ ફાળવાયા છે

મ્યુનિસિપલ કમિશનરે જંગલેશ્ર્વર ડિમોલિશન મુદ્દે વધુમાં જણાવેલ કે 1498 મકાનો તોડી પાડવામાં આવે છે ત્યારે આ ગેરકાયદેસર બાંધકામો ધરાવનાર પરિવારોને અન્ય ઘર મળવું જોઈએ તેવા સવાલો ઉઠયા છે. જેની સામે નિયમ મુજબ કાયદેસર મિલકત ધરાવતાં હોય તેવા આસામીઓને વળતર મળવા પાત્ર છે પરંતુ કોર્પોરેશને અગાઉ ગેરકાયદેસર બાંધકામો ધરાવનાર તેમજ કાયદેસર બાંધકામો છે તેવા 800 પરિવારોને આવાસો ફાળવ્યા હતાં. જેના થોડા વર્ષોમાં આ લોકો ફરી વખત જંગલેશ્ર્વરમાં આવી દબાણ ઉભા કરી દીધા છે. આથી હવે અસરગ્રસ્તોને વળતર ચુકવવાનું થતું જ નથી. કમિશ્નરે વધુમાં જણાવેલ કે રાજકોટ શહેરમાં આવેલ તમામ પ્રકારની ગેરકાયદેસર ઝુંપડપટ્ટીઓ ખાલી કરાવવામાં આવે અને આ તમામ પરિવારોને જો આવાસ ફાળવવામાં આવે તો શહેરમાં એક લાખથી વધુ આવાસો બનાવવાની જરૂર પડે તેમ છે.

છેલ્લા ચાર વર્ષ દરમિયાન તૈયાર થયેલા આવાસો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે અને આગામી વર્ષોમાં પણ વધુ 30000 આવાસો બનાવવામાં આવશે જે ઘર વિહોણા પરિવારોને નિયમ અનુસાર ફાળવવામાં આવશે. જેની સામે ગેરકાયદેસર બાંધકામો ખડકી વર્ષોથી મફતમાં સરકારી જમીનનો ઉપયોગ કરી ભાડા પેટે લાખો રૂપિયા બચાવનાર અને પરિવારનાં એક સભ્ય પાસે આવાસ હોય છતાં આ જ પરિવારના અમુક સભ્યો દ્વારા સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામો ખડકી દીધેલા હોય તેવા લોકોને વળતર આપવું યોગ્ય નથી. છતાં જરૂરીયાતમંદ પરિવારો માટે તંત્ર દ્વારા આગામી દિવસોમાં વિચારણા હાથ ધરવામાં આવશે. કાયદેસર મકાન ધરાવતાં લોકો માટે ચિંતનો કોઈ વિષય નથી પરંતુ જે લોકોએ સરકારી જમીનનો દુરઉપયોગ કર્યો છે અને કોર્ટે પણ તેમની યાચીકા ખારીજ કરી છે. આથી કોર્પોરેશન દ્વારા માર્ગ મોકળો થતાં સોમવાર સવારથી જ ડિમોલિશન તૈયાર કરાશે અને જ્યાં તમામ 1498 બાંધકામો તોડી પાડી તેનો મલવો સ્થળ ઉપરથી દૂર ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

PGVCLની ટીમો દ્વારા કનેકશન કાપવાનો પ્રારંભ

જંગલેશ્ર્વરમાં સોમવારે મેગા ડિમોલિશન માટેનો તખ્તો તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. મનપાની 1300થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની ટીમ સતત બે દિવસથી જંગલેશ્ર્વરનો વિસ્તાર ખુંદી રહી છે અને લોકોને સ્વૈચ્છાએ મકાન ખાલી કરવા માટે સમજાવી રહી છે. તેના માટે અનેક પરિવારોએ મિલકતો ખાલી કરી નાખી છે અને કામગીરી રવિવારે મોડીરાત સુધી ચાલુ રહેશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.

સોમવારનાં ડિમોલિશન કોર્પોરેશન, પોલીસ વિભાગ અને પીજીવીસીએલ વિભાગની અગત્યની કામગીરી રહેશે. હાલમાં જે મિલકતો ખાલી કરવામાં આવી રહી છે તેના વીજ જોડાણો કાંપવાની કાર્યવાહી પીજીવીસીએલની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેવી જ રીતે રવિવારે રાત્રીનાં ફાઈનલ લીસ્ટ તૈયાર કરવામાં આવશે અને જે મકાનો બાકી રહી ગયા છે અને ડિમોલિશનમાં આવતાં તેવા તમામ મકાનોના વીજજોડાણો ડિમોલિશન પહેલા કાંપવા માટે અલગ અલગ ટીમોને કામગીરી સોંપવામાં આવી છે. આથી રવિવાર રાતથી પીજીવીસીએલની અલગ અલગ ટીમો દ્વારા પ્રથમ વીજ જોડાણો કાંપવાની કામગીરી શરૂ કરાશે ત્યારબાદ મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

ડીમોલેશન કામગીરી દરમિયાન મહાનગરપાલિકા દ્વારા Paschim Gujarat Vij Company Limited સહિત અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે. વીજ પુરવઠા લાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે પૂર્વ તૈયારી જાહેર સુવિધાઓને ઓછામાં ઓછો વ્યતિરેક થાય તે માટે આયોજન હાથ ધરવામાં આવેલ છે.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગો સાથે સતત સંપર્ક કરવામાં આવ્યો છે. તેમજ જે મિલકતો ખાલી થઈ ગયેલ હોય અને વીજળીની જરૂરીયાત ન હોય તેવા મકાનોમાં રહેનાર પાસેથી લાઈટ બીલ મેળવી વીજ જોડાણો કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *