ધોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં 28મો રાજપૂત સમૂહ લગ્નોત્સવ: 50 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા; દેખાદેખીમાં દેવું કરવાને બદલે સમૂહલગ્ન સમયની માગ: પૂર્વ શિક્ષણમંત્રી

Spread the love

 

ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજોના નિર્મૂલનના ઉમદા હેતુ સાથે 28માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદેસણ મેટ્રો સ્ટેશન સામે આવેલા ધોળેશ્વર મહાદેવ મુકામે યોજાયેલા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 50 નવ યુગલોએ મહાનુભાવોએ આશીર્વચન પાઠવ્યા હતા.

રિવાબા જાડેજા અને સંજયસિંહ મહીડા હાજર રહ્યાં ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજોના નિર્મૂલનના ઉમદા હેતુ સાથે 28માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા અને સંજયસિંહ મહીડા સહિત પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બળવંતસિંહ રાજપૂતે પણ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી.

મહાનુભાવો દ્વારા આશીર્વચન અને કન્યા વિદાયનો પ્રસંગ જ્યારે સુપ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરના મહંત રામસ્વરૂપજી મહારાજ અને યુવા કથાકાર જલ્પેશ મહેતાએ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતાં. આ લગ્નોત્સવની શરૂઆત ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિથી થઈ હતી. સવારે જાનનું આગમન થયા બાદ હસ્ત મેળાપની વિધિ સંપન્ન થઈ હતી. બાદમાં બપોરે મહાનુભાવો દ્વારા આશીર્વચન અને કન્યા વિદાયનો પ્રસંગ યોજાયો હતો.

દીકરીઓને કરિયાવરમાં વિવિધ વસ્તુઓ અપાઈ

 

જ્યારે ટ્રસ્ટના પ્રમુખ શંકરસિંહ એસ. ગોહિલે સમાજ જોગ સંદેશમાં જણાવ્યું હતું કે, વ્યસન, કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી દૂર રહીને શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકવોએ સમયની માગ છે. આજે સમાજના સહયોગથી 50 દીકરીઓના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થયા છે, જેનો અમને આનંદ છે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓ અને મોટી સંખ્યામાં સમાજના ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દીકરીઓને કરિયાવરમાં એવી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી જે કદાચ વ્યક્તિગત રીતે પિતા માટે આપવી મુશ્કેલ હોય.આ ભગીરથ કાર્ય બદલ પૂર્વ મંત્રી ચુડાસમાએ ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *