અનગઢ રેલવે ટ્રેક પર શંકાસ્પદ એક્સપ્લોઝીવ મળવા મામલે એકની ધરપકડ

Spread the love

અનગઢ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવવાની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જે વ્યક્તિએ આ મામલે પોલીસને જાણ કરી હતી, તે જ ફરિયાદી હવે મુખ્ય આરોપી સાબિત થયો છે. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસના અંતે 47 વર્ષીય મુસ્તાક અહમદ મોહમદ શેખની ધરપકડ કરી છે. આરોપી મુસ્તાક આર્મીનો નિવૃત્ત જવાન છે અને વર્ષ 2024થી રેલવે પોલીસમાં ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને રિવોર્ડ અથવા કોન્ટ્રાક્ટમાં એક્સ્ટેન્શન (મુદત વધારો) આપવામાં આવે છે. પોતાનો 2024થી 2026 સુધીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા આવ્યો હોવાથી, તેને લંબાવવાના આશયથી મુસ્તાકે આ જોખમી પ્લાન ઘડ્યો હતો. તેણે નજીકના એક લગ્ન પ્રસંગમાંથી ‘કોલ્ડ પાયરો’ (ફૂટેલા ઇલેક્ટ્રિક ફટાકડા) મેળવ્યા હતા અને તેને રેલવે ટ્રેક પર પ્લાન્ટ કરી પોતે જ તેની જાણ કરી ‘હીરો’ બનવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી, જેમાં ફરિયાદી મુસ્તાકની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. કડક પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. મૂળ કાશ્મીરનો વતની અને હાલ વડોદરાના શેરખી વિસ્તારમાં રહેતા આ નિવૃત્ત જવાને પોતાની કારકિર્દી બચાવવા માટે રેલવે સુરક્ષાને જોખમમાં મૂકી હતી. હાલમાં આ પદાર્થ ‘માયનોર એક્સપ્લોઝિવ’ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. પોલીસે નમૂના લઈ ગાંધીનગર FSLમાં મોકલી આપ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આ પદાર્થ કેટલો ઘાતક હતો તેની વધુ વિગતો સ્પષ્ટ થશે. DCP ઝોન 1 ડો. જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાપુરા બ્રિજ પાસે એક શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. જે સંદર્ભે નંદસરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કેસની તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેલવે પોલીસનો કોન્ટ્રાક્ટ કર્મી ફરિયાદી 47 વર્ષીય મુસ્તાક અહમદ મોહમદ શેખ જ આરોપી નિકળ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. આર્મીમાંથી રિટાયર્ડ આરોપી મુસ્તાક ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર રેલવે પોલીસમાં ભરતી કરાઈ હતી. આરોપી મસ્તકનો રેલવે પોલીસમાં 2024થી 2026 સુધીનો કોન્ટ્રાક્ટ હતો. આરોપી 2024થી વડોદરાના શેરખી ગામમાં રહેતો હતો. પ્રાથમિક તપાસમાં માયનોર એક્સપ્લોસિવ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર FSLમાં નમૂના તપાસ માટે મોકલ્યા છે. આરોપી નજીકમાં લગ્ન પ્રસંગમાંથી કોલ્ડ પાયરો નામનો પદાર્થ લાવ્યો હતો અને ત્યાં રેલવે ટ્રેક પર પ્લાન્ટ કર્યું હતું. FSLનો રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગત બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *