મોરબીમાં કારની અડફેટે અઢી વર્ષની બાળકીનું મોત

Spread the love

 

મોરબીના આલાપ રોડ પર પટેલનગર પાસે એક દુઃખદ ઘટના બની છે, જ્યાં ઘર પાસે રમી રહેલી અઢી વર્ષની બાળકી ધનશ્રી વાસુદેવભાઈ વડસોલાનું કાર અડફેટે મોત નીપજ્યું છે. કાર ચાલકે બાળકીને હડફેટે લીધા બાદ તેના શરીર પરથી બંને ટાયર ફેરવી દીધા હતા. આ ઘટના સિલ્વર એપાર્ટમેન્ટ, આલાપ રોડ, મોરબી ખાતે બની હતી. મૃતક બાળકીના પિતા વાસુદેવભાઈ નરભેરામભાઇ વડસોલા (ઉંમર 42)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, જુના દેવળીયાના રહેવાસી નિરવભાઈ મહાદેવભાઇ ભોરણીયા કાર નંબર GJ 36 AJ 9315 લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે વાસુદેવભાઈની અઢી વર્ષની દીકરી ધનશ્રી ઘર નજીક શેરીમાં રમી રહી હતી. આરોપી નિરવભાઈએ પોતાની કાર બેદરકારીપૂર્વક ચલાવી બાળકીને હડફેટે લીધી હતી અને તેના શરીર પરથી કારના બંને ટાયર ફેરવી દીધા હતા. આ ગંભીર અકસ્માતમાં બાળકીને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક બાળકીના પિતાની ફરિયાદના આધારે, મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી કાર ચાલક નિરવભાઈ ભોરણીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *