
ભાવનગર શહેરના સીદસર રોડ પર “દ્વિજા ફાઈનાન્સ્યલ સોલ્યુશન” નામની ઓફીસ ખોલીને અનેક લોકોને 7 ટકા વળતર આપવાની રોકણ કરાવીને શીશા ના ઉતર્યા હતા બાદ રકમ પરત નહીં કરતા ઘટસ્ફોટ થયો હતો, 40થી વધુ લોકો પાસેથી 4.20 કરોડ જેટલી માતબર રકમ એકઠી કરી હતી, બે પૈકી એકને ભાવનગર સીઆઈડી ક્રાઈમએ વિવેકને ઝડપી લઈ કોર્ટ માં રજૂ કરતા ત્રણ દિવસમાં રિમાન્ડ મંજુર થયા હતા. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રહેતા જીગર અશોકભાઈ ભટ્ટ તથા તેની માતા રેખાબેન થોડા સમય પહેલા વિવેક નાથાણી અને પ્રતિક ગળચર નામના શખ્સોના પરીચયમા આવ્યા હતા, આ બંને શખ્સોએ “DWIJA ફાઈનાન્સ્યલ સોલ્યુશન” નામની મની ઈન્વેસ્ટમાં રોકાણ કરી સારૂં એવું આર્થિક વળતર અપાવવાની લાલચ આપી હતી, દરમ્યાન માતા-પુત્ર એ આર્થિક રોકાણ કર્યાંના ટૂંકા ગાળામાં સારો એવો પ્રોફીટ આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો, દરમ્યાન આ કંપનીમાં વધુ રોકાણ સાથે વધુ નફાની લાલચ આપી જીગર તથા તેની માતા રેખાબેન ને લોભામણી જાહેરાતો કરી ફસાવ્યા હતા, જેમાં માતા પુત્ર સહિત અન્ય 41 વ્યક્તિઓએ પણ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું, DWIJA FINANACIAL SOLUTIONS પેમ્ફલેટ બતાવી મંથલી 7 ટકા સુધીના વળતર આપવાની લોભામણી લલચામણી જાહેરાતો બતાવી તથા અન્ય 41 ભોગબનનાર રોકાણકારો પાસેથી તે પૈકી આજદીન સુધી ફરી.ને રૂ.3,02,38,500 તથા બીજા રોકાણકારોની રૂ.1,17,92,273 મળી ફૂલ રૂ.4,20,30,773 જેટલી રકમ મેળવી રોકાણકારોને પાકતી મુદતે નાણાની ચુકવણી કરી નથી. પરંતુ સમય વિત્યે નફો કે મુદ્દલ પરત ન મળતા રોકાણકારો એ રોકેલા રૂ.4.20 માતબર રકમ બંન્ને ગઠીયાઓ ઓળવી જતા રેખાબેને રાજકોટ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે વિવેક નાથાણી નામના ઠગની ધડપકડ કરી છે અને તપાસનો ધમધમાટ આદર્યો છે.