સીટીએમ પાસે AMC દબાણની ગાડીવાળાએ ફેરિયાને છત્રીનો સળિયો માર્યો

Spread the love

 

અમદાવાદના CTM ચાર રસ્તા પાસે મ્યુનિ. કોર્પોરેશનની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. લારી ચલાવી ગુજરાન ચલાવતા એક યુવકની લારી ઉપાડતી વખતે એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ તેની છત્રી લઈ લીધી હતી. જ્યારે ફેરિયાએ પોતાની છત્રી પરત માંગી, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો અને આવેશમાં આવેલા એસ્ટેટના કર્મચારીએ છત્રીનો લોખંડનો સળિયો ફેરિયાની પીઠના ભાગે મારી દીધો હતો. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ઈજાગ્રસ્ત ફેરિયાને તાત્કાલિક 108 મારફતે LG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, મામલો બિચકતા દબાણની ગાડીના અન્ય કર્મચારીઓ વાહન લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોએ બે કર્મચારીઓને પકડીને પોલીસને સોંપ્યા હતા. કંટ્રોલ રૂમમાં જાણ કરાતા રામોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે આવીને બંને AMCના કર્મચારીને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *