માર્ચમાં બેંકો 18 દિવસ બંધ રહેશે, જુઓ RBIએ તમારા શહેરમાં સરકારી રજા ક્યારે આપી છે?

Spread the love

 

બેંક માટે માર્ચ મહિનો બહુ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે, માર્ચ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોય છે, આથી આખા વર્ષના હિસાબ કિતાબ, નાણાકીય લેવડદેવડ અને સરવૈયું તૈયાર કરવાનું હોય છે. વળી માર્ચ મહિનામાં ઘણા હોળી, ધુળેટી, ઇદ, રામનવમી જેવા મહત્વના તહેવારો આવી રહ્યા હોવાથી બેંકોમાં પણ ઘણી રજા હોય છે. આવી સ્થિતિમાં તમારે બેંક સંબંધિત કામકાજની પતાવટ કરવામાં ઉતાળવ રાખવી પડશે.

માર્ચ મહિનામાં 18 દિવસ બેંક બંધ રહેશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ માર્ચ મહિનાની બેંક રજાની યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ વર્ષ 2026ના માર્ચ મહિનામાં 18 દિવસ બેંકોમાં રજા રહેશે. જો તમારે બેંકમાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો સૌથી પહેલા માર્ચ મહિનાની બેંક રજાની યાદી જોઇ લો, જેથી ધક્કો ન પડે.

RBI બેંક રજા યાદી મુજબ, માર્ચ 2026માં તમામ રવિવાર, બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત રિઝર્વ બેંક 2, 3, 4, 13, 17, 19, 20, 21, 26, 27 અને 31 માર્ચના રોજ બેંક રજા જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે માર્ચમાં 5 રવિવાર એટલે કે 1, 8, 15, 22 અને 29 માર્ચે બેંકોમાં નિયમિત રજાઓ રહેશે.

ઉલ્લેખનીય છે કે, રજાના દિવસે બેંક બ્રાન્ચો બંધ રહેશે, પરંતુ તમે ઓનલાઇન બેંકિંગ દ્વારા તમારા અમુક મહત્વપૂર્ણ કામકાજ પતાવી શકો છો.

માર્ચ 2026માં બેંક રજાની યાદી : Bank Holiday List In March 2026

તારીખ વાર તહેવાર કયા શહેરમાં બેંકો બંધ રહેશે?
1 માર્ચ રવિવાર મહિનાનો પ્રથમ રવિવાર દેશભરની તમામ બેંકમાં રજા રહેશે
2 માર્ચ સોમવાર હોલિકા દહન કાનપુર, લખનૌ
3 માર્ચ મંગળવાર હોલિકા દહન, ડોલ યાત્રા બેલાપુર, ભોપાલ, દહેરાદૂન, ગંગટોક, ગૌહાટી, હૈદરાબાદ, જયપુર, કલકત્તા, મુંબઇ, નાગપુર, પણજી, પટના, રાંચી, તિરુવંતપુરમ્, વિજવાડા
4 માર્ચ બુધવાર ધુળેટી હોળી દેશભરની બેંકોમાં રજા રહેશે
8 માર્ચ રવિવાર મહિનાનો બીજો રવિવાર દેશની તમામ બેંકો બંધ રહેશે
13 માર્ચ શુક્રવાર ચાપચર કુટ આઇઝોલ
14 માર્ચ શનિવાર મહિનાનો બીજો શનિવાર તમામ બેંકો બંધ રહેશે
15 માર્ચ રવિવાર મહિનાનો ત્રીજો રવિવાર બેંકોમાં સમાપ્તાહિક રજા
17 માર્ચ મંગળવાર શબ એ કદર જમ્મુ અને શ્રીનગર
19માર્ચ ગુરુવાર ગુડી પડવા, ઉગાદી, ચૈત્રી નવરાત્રી શરૂ 11 રાજ્યોમાં બેંક બંધ રહેશે
20 માર્ચ શુક્રવાર ઈદ ઉલ ફિત્ર 5 રાજ્યોમા રજા રહેશે
21 માર્ચ શનિવાર રમઝાન ઈદ અને સરહુલ દેશની તમામ બેંકોમાં રજા રહેશે
22 માર્ચ રવિવાર મહિનાનો ચોથો રવિવાર તમામ બેંકો બંધ રહેશે
26 માર્ચ ગુરુવાર રામ નવમી 13 રાજ્યોની બેંકો બંધ રહેશે
માર્ચ 27 શુક્રવાર રામ નવમી 6 રાજ્યોની બેંકોમાં રજા રહેશે
28 માર્ચ શનિવાર મહિનાનો ચોથો શનિવાર તમામ બેંકો બેંધ રહેશે
29 માર્ચ રવિવાર મહિનાનો અંતિમ રવિવાર તમામ બેંકોમાં સાપ્તાહિક રજા
31 માર્ચ મંગળવાર મહાવીર જયંતી, હનુમાન જયંતી 15 રાજ્યોમાં બેંકો બંધ રહેશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *