પૂર્વ MLA હિંમતસિંહના ભાણિયાએ દારુ પીને ગાડી ચલાવી અકસ્માત કર્યો , બે વાહનને ટક્કર મારી

Spread the love

પૂર્વ MLA હિંમતસિંહના ભાણિયાએ દારુ પીને ગાડી ચલાવી અકસ્માત કર્યો

મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખે બે વાહનને ટક્કર મારી, કારમાં બ્લેક ફિલ્મ અને NSUIની પ્લેટ

અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર ગત(1 ફેબ્રુઆરી) રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારી હતી. લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો હતો.વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મણિનગર પોલીસ સ્ટેશન પાસે સીટી કોર્નર હોટલની બાજુમાં રાતે એક વર્ના ગાડીએ બે વાહનોને ટક્કર મારી હતી.જેમાં એક ગાડી પર લિસોટા પડ્યા હતા.જ્યારે એક્ટિવા નીચે પડતા નુકસાન થયું હતું.અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થયા હતા. લોકોએ અકસ્માત કરનાર વર્ના કારના ચાલકને ગાડીમાંથી બહાર કાઢ્યો ત્યારે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. અકસ્માત કરનાર વર્ના ગાડીમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી એટલું જ નહીં કારમાં આગળની તરફ NSUIની પ્લેટ પણ લાગેલી હતી.આ કારચાલક બીજું કોઈ નહીં, પરંતુ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો ભાણિયો અને યુથ કોંગ્રેસનો પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જર હતો. વિશાલ ગુર્જરને લોકોએ ગાડીમાંથી બહાર કાઢીને મેથીપાક પણ આપ્યો હતો.આ દરમિયાન મણિનગર પોલીસ સ્ટેશન નજીક હોવાથી મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.જે રાઠોડ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આરોપીને છોડાવ્યો હતો.આરોપીએ નશાની હાલતમાં પીઆઇ સાથે પણ ગેરવર્તણુક કરી હતી.જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *