શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની નડાબેટ (બોર્ડર) પર કારોબારી બેઠક હાઉસફુલ, ભરચક

Spread the love

ભૂદેવોનો ભંભો મોટી સંખ્યામાં જોવાયો, સમાજસેવાની મીટીંગ બોર્ડર પાસે

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની નડાબેટ (બોર્ડર) પર કારોબારી બેઠક હાઉસફુલ, ભરચક

 

ગુજરાતમાં બુદ્ધિજીવી અને સંસ્કારોનું પ્રતીક તથા ગમે તેવી કાનૂની ગુંચવણ હોય કે સામાજિક આ સમાજ કોઈપણ રસ્તો કાઢી આપે, અને સલાહ પણ સિક્સર જેવી મજબૂત હોય, ત્યારે ભૂદેવોના આશીર્વાદ જેને મળે તે તરી જાય ત્યારે વાવ થરાદ જિલ્લાના પવિત્ર અને સરહદી વિસ્તાર નડાબેટ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની રાજ્ય કક્ષાની કારોબારી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ અને કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા. આ બેઠક માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ સમગ્ર બ્રહ્મ સમાજને એકતા, સંગઠન અને વિકાસના માર્ગે આગળ વધારવાનો સંકલ્પ સમારોહ બની રહ્યો. કાર્યક્રમના મુખ્ય કન્વિનર ડૉ. યજ્ઞેશ દવેના માર્ગદર્શન હેઠળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષસ્થાને ડૉ. અશ્વિન ત્રિવેદી રહ્યા હતા. કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશના મહામંત્રી તથા કચ્છ ધારાસભ્ય અનિરુદ્ધ દવે, શશીકાંત પંડ્યા, અનિકેતભાઈ ઠાકર, જીગ્નેશ સેવક સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું. બનાસકાંઠા જિલ્લાની તરફથી યજમાનપદે ભગવાનભાઈ જોશી, બિપીનભાઈ ત્રિવેદી અને ભરત વ્યાસની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તેમની આયોજનક્ષમતા અને સેવાભાવના કારણે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત અને પ્રેરણાદાયક બની રહ્યો. સમાજપ્રતિની નિષ્ઠા અને સમર્પણનું સુંદર ઉદાહરણ આ આયોજનમાં જોવા મળ્યું.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મહામંત્રી ગિરીશ ત્રિવેદીએ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી. ત્યારબાદ દિનેશ રાવલે સંસ્થાનો પરિચય તથા હિસાબ રજૂ કર્યો, જેના દ્વારા સભ્યોને સંસ્થાની પારદર્શિતા અને કાર્યપદ્ધતિ અંગે સ્પષ્ટ સમજ મળી. આ રજૂઆતથી સંસ્થાના વિકાસ માટે સૌમાં વિશ્વાસ અને ઉત્સાહ વધ્યો. મુખ્ય કન્વિનર ડૉ. યજ્ઞેશ દવે એ પોતાના માર્ગદર્શક સંબોધનમાં આગામી બિઝનેસ સમિટ અને વિવિધ સમાજલક્ષી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી. તેમણે જણાવ્યું કે સમાજની પ્રગતિ માટે માત્ર સામાજિક એકતા પૂરતી નથી, પરંતુ આર્થિક સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે. યુવાનોને વ્યવસાય, શિક્ષણ અને નવા અવસરો સાથે જોડવા માટે સંસ્થા સતત પ્રયાસશીલ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અધ્યક્ષ ડૉ. અશ્વિન ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં સમાજ અને સરકાર વચ્ચે સકારાત્મક સમન્વય સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે યુજીસી તથા સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો અને યોજનાઓ અંગે સરળ ભાષામાં સમજ આપી. સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનો આ યોજનાઓનો લાભ લઈ આગળ વધે તે માટે માર્ગદર્શન આપ્યું. તેમના વિચારો સમાજના વિકાસ માટે પ્રેરણારૂપ બન્યા. કચ્છના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે એ પોતાના ઉર્જાસભર સંબોધનમાં સમાજને એક થવા અને સંગઠિત બનવા હાકલ કરી. તેમણે કહ્યું કે જ્યારે સમાજ એકતાથી આગળ વધે છે ત્યારે વિકાસના નવા દ્વાર ખુલતા જાય છે. વ્યક્તિગત મતભેદો ભૂલી સમાજહિતને પ્રથમ સ્થાન આપવાની જરૂરિયાત તેમણે ભારપૂર્વક વ્યક્ત કરી.
કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોએ એક જ સંદેશ આપ્યો “સમસ્ત બ્રહ્મ સમાજ એક બને, સાથે ચાલે અને સાથે વિકાસ કરે.” આ બેઠકે સમાજમાં નવી ઊર્જા, વિશ્વાસ અને સંગઠનભાવનો સંચાર કર્યો છે. અંતમાં બિપીનભાઈ ત્રિવેદીએ આભારવિધિ કરી તમામ મહેમાનો, આયોજકો અને ઉપસ્થિત સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમના શબ્દોમાં કાર્યક્રમની સફળતા પાછળ સૌના સહકાર અને સમર્પણનો ઉલ્લેખ હતો. નડાબેટ ખાતે યોજાયેલી આ કારોબારી બેઠકએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે સમાજની સાચી શક્તિ તેની એકતા અને સંકલનમાં રહેલી છે. જ્યારે સમાજના અગ્રણીઓ, યુવાનો અને કાર્યકરો એક મંચ પર આવી ભવિષ્યની દિશા નક્કી કરે છે ત્યારે વિકાસનો માર્ગ સરળ બની જાય છે. આ બેઠક માત્ર ચર્ચા સુધી સીમિત રહી નથી, પરંતુ સમાજને નવી દિશા આપતી પ્રેરણા બની છે. હવે સમય છે કે સમસ્ત બ્રહ્મ સમાજ ભેદભાવ ભૂલી એક પરિવારની જેમ આગળ વધે, શિક્ષણ, સંસ્કાર અને વિકાસના માર્ગે સાથે ચાલે અને આવનારી પેઢી માટે મજબૂત ભવિષ્યનું નિર્માણ કરે.એવો સંકલ્પ કરેલ આગામી સમય માં સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

 

સમાજને નવી રાહ ચીંધવા બોર્ડર પાસે કારોબારી બેઠક હાઉસફુલ જતા હવે સમાજને એક મોટો મજબૂત મંત્ર અને પુરપાટ વેગે સમાજ વિકાસની ગતિ તરફ આગળ વધવા માંગે છે, ઉપરાંત ગમે ત્યારે સમાજના આગેવાનોની જરૂર હોય તો ગમે ત્યાં બોલાવો એટલે હાજર, ત્યારે બોર્ડર પર આ સંખ્યા જોતા બ્રહ્મ સમાજ એક નવી દિશા અને નવા કદમ તરફ ડોટ લગાવી રહ્યું છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *