કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું

Spread the love

 

અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજો દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ત્યાં કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે જેની પાછળ ઇરાનનો હાથ હોઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની ગંભીરતાને લઈને વોશિંગ્ટન પોસ્ટ (The Washington Post) ના અહેવાલમાં કેટલાક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. પેન્ટાગોન અને ટ્રમ્પ વહીવટીતંત્રના સભ્યોમાં એવી આશંકા વધી રહી છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ “નિયંત્રણ બહાર” (Spiral out of control) જઈ શકે છે. અમેરિકી સૈન્ય નેતાઓ ચિંતિત છે કે જો આ લડાઈ આગામી કેટલાક અઠવાડિયા સુધી સતત ચાલતી રહેશે, તો તેનાથી અમેરિકાના હવાઈ સંરક્ષણ (Air Defense) ના સાધનો અને ઈન્વેન્ટરી પર મોટું દબાણ આવી શકે છે. લાંબા સમય સુધી ચાલનારા સંઘર્ષને કારણે સંસાધનોની અછત સર્જાય તેવી શક્યતાને પગલે સૈન્ય વ્યૂહરચનાકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઈરાન સમર્થક હિઝબુલ્લાહ સંગઠન પણ હવે આ યુદ્ધમાં ખુલીને સામે આવી જતાં ઈઝરાયલ પર બેફામ હુમલા કરી રહ્યું છે. તેના બાદથી ઈઝરાયલે પણ હિઝબુલ્લાહને ટારગેટ કરતાં વળતો પ્રહાર કર્યો છે. આ દરમિયાન ઈઝરાયલ તરફથી લેબેનોનમાં બેરુત શહેરને ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો જેથી નાગરિકોની જાનહાનિ ટાળી શકાય. ઈઝરાયલના આદેશને પગલે બેરુતમાં નાસભાગ જેવી અફરાતફરી સર્જાઈ હતી અને ભયાનક ટ્રાફિક જામીના દૃશ્યો સર્જાયા હતા. સાઈપ્રસે પુષ્ટી કરી છે કે અમારે ત્યાં એક બ્રિટિશ સૈન્ય ઠેકાણે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જોકે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી. આ ઘટના પ્રાદેશિક સુરક્ષા અને રાજકીય સ્થિરતાના સંદર્ભમાં ચિંતાનો વિષય બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *