ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનાત્મક માળખામાં મહત્વની નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કર્યા બાદ ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગ જોષી દ્વારા આજે પ્રદેશ હોદ્દેદારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
ભાજપની નવી જાહેર થયેલી ટીમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાંથી કુલ 21 જેટલા યુવા અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નિમણૂકોમાં 9 પ્રદેશ ઉપાધ્યક્ષો, 4 પ્રદેશ મહામંત્રીઓ, 6 પ્રદેશ મંત્રીઓ, 1 પ્રદેશ કોષાધ્યક્ષ અને 1 પ્રદેશ કાર્યાલય મંત્રીનો સમાવેશ થાય છે. ભાજપના યુવા નવી ટીમમાં યુવા મોરચા ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપે પ્રથમ વખત 3 મહામંત્રી સાથેની ટીમ જાહેર કરવામાં આવી છે. જ્યારે પ્રથમ વખત 4 મહિલાઓનો સમાવેશ ભાજપે કર્યો છે. જ્યારે વર્તમાન ટીમમાં ભાજપે નરેશ દેસાઈ અને જય શાહને રિપીટ કર્યા છે. જ્યારે વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ગુજરાત ભાજપ યુવા મોરચાની નવી ટીમ જાહેર
ભાજપે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જય પંકજ શાહ (સુરેન્દ્રનગર), શ્રીમતી અંકિતાબેન પરમાર (વડોદરા), નીરવ જોષી (ભાવનગર), કલ્પેશ મરંડ (કચ્છ), સુખદેવ દેલવાણીયા (મોરબી), નીતિનસિંહ બારડ (ગીર સોમનાથ), કુલદીપ બારોટ (કર્ણાવતી), સચિનભાઈ પ્રજાપતિ (બનાસકાંઠા) અને ડૉ. નરેશભાઈ દેસાઈ (પાટણ) નિમણૂક કરી છે. જ્યારે પ્રદેશ ભાજપના યુવા મહામંત્રી તરીકે ડૉ. દેવાંગીબેન મૈંયડ (રાજકોટ), ડૉ. ભાવિન શિરોયા (સુરત), પ્રતાપભાઈ પિંડારિયા (દેવભૂમિ દ્વારકા) અને હિમાંશુ ગોરાણીયા (જૂનાગઢ) સમાવેશ કર્યો છે.
ભાજપના યુવા પ્રદેશ મંત્રી તરીકે શ્રેયાંશ પટેલ (મહેસાણા), જય ગિરીશભાઈ શાહ (રાજકોટ), બિનલકુમારી રાઠવા (છોટાઉદેપુર), નંદની કુલદીપ ગઢવી (સુરત), આકાશભાઈ તડવી (નર્મદા) અને કુલદીપસિંહ જાડેજા (જામનગર) સમાવેશ કર્યો છે. આ ઉપરાંત ભાજપે ધ્રુવિન પટેલને પ્રદેશ કોષાધ્યક્ષ (વલસાડ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ ભાજપે યુવા મોરચાના ટીમ જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત ભાજપના મુખ્ય સાત મોરચા એટલે કે યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચા, લઘુમતી મોરચા અને બક્ષીપંચ મોરચા આમ ભાજપના સાતેય સાથે મોરચાના પ્રભારીની નિયુક્ત કર્યા છે. જે અંતર્ગત ભાજપે યુવા મોરચાના પ્રભારી તરીકે જુનાગઢ જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે મહિલા મોરચાના પ્રભારી તરીકે ભાજપના પૂર્વ મહામંત્રી વડોદરા શહેરના શબ્દ શરણ બ્રહ્મભટ્ટને જવાબદારી સોંપી છે. બક્ષીપંચ મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી હાલ ભાજપના ઉપપ્રમુખ નટુજી ઠાકોરને સોંપવામાં આવી છે.

ભાજપ જિલ્લા પ્રભારીની નિયુક્તિ
તે પ્રમાણે હાલ ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ને અનુસૂચિત જનજાતિ મોરચાના મોરચાના પ્રભારી બનાવ્યા છે. આજ રીતે વર્તમાન ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા ભરત પંડ્યાને પણ કિસાન મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી પ્રદેશ મોવડી મંડળ દ્વારા સોંપવામાં આવી છે. જ્યારે અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી તરીકે પૂર્વ કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલને પ્રભારી બનાવ્યા છે. જોકે લઘુમતી મોરચાના પ્રભારી તરીકે વડોદરા જિલ્લાના રસિક પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપ મોરચાના પ્રભારીની નિયુક્તિ
આ પ્રમાણે ભાજપે પણ જૂના જોગીઓને અને સંગઠનમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂકેલા રાજ્યભરના વિવિધ હોદ્દેદારોને રાજ્યના 34 જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ ભાજપે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે તમામ તૈયારી આરંભી દીધી છે. હવે જોવાનું એ રહે છે 2021 માં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ રેકોર્ડ બ્રેક પરિણામ મેળવ્યું હતું. હવે 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં કેવું પરિણામ ટીમ ભાજપ લાવે છે. તે જોવું રહ્યું.