હોર્મુઝ તેલ સંકટ પર ટ્રમ્પની મોટી જાહેરાત, શું દુનિયામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો?

Spread the love

 

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે આખી દુનિયાનો જીવ ત્યારે અધર થઈ ગયો જ્યારે ઈરાને હોર્મુઝનો માર્ગ બંધ કરી દીધો. છેલ્લા ચાર દિવસથી દુનિયાની સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય લાઈન, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, સંપૂર્ણ રીતે ઠપ છે. ઈરાને IRGCના રેડિયો દ્વારા જાહેરમાં ધમકી આપી છે કે, કોઈપણ જહાજને અહીંથી પસાર થવા દેવામાં આવશે નહીં. ત્યારબાદ આશરે 94 ટકા સમુદ્રી વેપાર ઠપ થઈ ગયો છે.

ઈરાન પર હુમલો કરીને આ મહાસંકટ પેદા કરનાર ટ્રમ્પે આનો ઉકેલ કાઢવા માટે અમેરિકન ખજાનો અને સેનાના દરવાજા ખોલી દીધા છે.

ટ્રમ્પે હોર્મુઝ સંકટનો શું ઉકેલ કાઢ્યો?

જ્યાંથી આખી દુનિયાનું એક-તૃતીયાંશ તેલ પસાર થાય છે. એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસ ખાબકતી મિસાઈલો અને મંડરાતા મોતને જોઈને ઘણી શિપિંગ કંપનીઓ ભયના કારણે પોતાના હાથ પાછા ખેંચી લીધા હતા અને વીમા કંપનીઓએ પણ હાથ ઊંચા કરી દીધા હતા. આ મહાસંકટને લઈને ટ્રમ્પે મોટો દાવ રમ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે, તે દુનિયાની એનર્જી સપ્લાયને રોકાવા દેશે નહીં. તેઓએ U.S. Development Finance Corporation (DFC)ને આદેશ આપ્યો છે કે, તે ખાડીમાંથી પસાર થનાર દરેક જહાજને પોલિટિકલ રિસ્ક ઇન્શ્યોરન્સ અને ગેરંટી આપે.

આ વીમો ખૂબ જ વાજબી ભાવે મળશે જેથી યુદ્ધના ડરના કારણે રોકાવું ન પડે. આ સુવિધા માત્ર અમેરિકન જહાજો માટે નહીં, પરંતુ દુનિયાના તમામ શિપિંગ લાઈન્સ માટે છે. આ માત્ર એક ગેરંટી માત્ર કાગળ પર નથી, ટ્રમ્પે સીધી સૈન્ય કાર્યવાહીની ચેતવણી પણ આપી દીધી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, જો જરૂર પડી, તો US નેવી પોતે ટેન્કરો સાથે ચાલશે અને તેને સુરક્ષા આપશે.

ઈરાને ધમકી આપી હતી કે તે આ માર્ગને બંધ કરી દેશે, પરંતુ ટ્રમ્પના પગલાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા પોતાની સૈન્ય શક્તિનો ઉપયોગ કરવા માટે પાછળ હટશે નહીં. હવે ખાડીના પાણીમાં અમેરિકન યુદ્ધ જહાજ અને તેલના ટેન્કર એકસાથે જોવા મળશે, જે કોઈ મોટા ટકરાવની સંભાવના દર્શાવે છે.

આ જાહેરાતની અસર તરત જ જોવા મળી શકે છે. ક્રૂડ ઓઇલ $100 પ્રતિ બેરલ સુધી પહોંચી રહ્યું હતું, પરંતુ ટ્રમ્પના વિશ્વાસ પછી ભાવમાં સ્થિરતા આવવાની આશા છે. વીમાની ગેરંટી મળવાથી જે જહાજો રસ્તામાં અટકી ગયા હતા, તેઓ હવે ફરીથી પોતાની મંજિલ તરફ આગળ વધી શકશે.

તેલ અને ગેસના ભાવમાં ‘આગ’

    • બ્રેન્ટ ક્રૂડ: ભાવ 7-8% ઉછળી $81ને પાર પહોંચી ગયા છે. નિષ્ણાતો કહે છે કે જો માર્ગ ખુલ્યો નહીં, તો ભાવ $100ને પાર કરી શકે છે.

 

    • કતરની અસર: દુનિયાનો સૌથી મોટો ગેસ નિકાસકર્તા દેશ કતરે પોતાની પ્રોડક્શન રોકી દીધી છે. જેના કારણે યુરોપમાં ગેસના ભાવ 30-40% સુધી વધી ગયા છે.

 

    • સાઉદી અરબ: સાઉદીની મોટી રિફાઇનરી ‘રાસ તનુરા’ પર ડ્રોન હુમલા પછી તેને બંધ કરવી પડી છે.

ભારત પર શું અસર થશે?

    • ભારત પોતાની જરૂરિયાતનું 88% તેલ ઇમ્પોર્ટ કરે છે, જેમાંથી અડધું તેલ આ જ માર્ગેથી આવે છે.

 

    • 40-45 દિવસનું બેકઅપ: ભારત પાસે 100 મિલિયન બેરલનો સ્ટોક છે (સ્ટ્રેટેજિક રિઝર્વ અને કમર્શિયલ મળીને), જે લગભગ 1.5 મહિના સુધી ચાલે છે.

 

    • મોંઘવારીનો ભય: કાચા તેલમાં $10ની વધારાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ₹2થી ₹3 સુધી વધી શકે છે.

 

    • LPGની ચિંતા: ભારત પોતાની 85% રસોઈ ગેસ (LPG) ખાડી દેશોથી લાવે છે. તેની અછત સૌથી વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે.

વૈશ્વિક મહામારીની સ્થિતિ

    • અમેરિકામાં પેટ્રોલના ભાવ રાતોરાત 11 સેન્ટ વધી $3.11 પ્રતિ ગેલન થઈ ગયા છે.

 

    • પેરિસ અને અન્ય યુરોપિયન શહેરોમાં લોકો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનમાં ઊભા છે, કારણ કે તેમને ડર છે કે ‘કાલે પેટ્રોલ-ડીઝલ મળશે કે નહીં’.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *