ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધથી મધ્ય-પૂર્વમાં તણાવ ચાલી રહ્યો છે અને તેના કારણે કતારથી આવતા એલએનજી ગેસના પુરવઠામાં વિક્ષેપ સર્જાતા ગુજરાત ગેસ દ્વારા અંકલેશ્નરના ઉદ્યોગોને આપવામાં આવતા ગેસમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.
ગુજરાત ગેસ કંપની LNG ગેસ સપ્લાય 50% સુધી ઘટાડી શકે છે
6 માર્ચથી આ નવા પ્રતિબંધો અમલી બનશે
આગામી 6 માર્ચથી આ નવા પ્રતિબંધો અમલી બનશે કારણ કે યુદ્ધના પગલે કુવૈતથી આવી રહેલ LNG સપ્લાય ગેસના સપ્લાય પર અસર પડી છે. ક્રૂડના વધતા ભાવથી ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે.
ગાઈડ લાઇન અનુસાર ગેસ વાપરવા અપીલ
આ ઉપરાંત નોન-MGO ગ્રાહકોનો ગેસ સપ્લાય શૂન્ય કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મેલ દ્વારા આપવામાં આ માહિતી આપવામાં આવી છે. ગુજરાત ગેસ દ્વારા ગાઈડ લાઇન અનુસાર ગેસ વાપરવા અપીલ કરાઇ છે.