અમારી ત્રણ શરતો સ્વીકારશો તો જ યુધ્ધ સમાપ્ત કરીશું: ઈરાન

Spread the love

 

પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે નિર્ણાયક મોડ પર પહોંચ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પર આ જંગની માઠી અસરો વચ્ચે ઈરાને પહેલીવાર યુદ્ધ વિરામ માટે પોતાની શરતો દુનિયા સામે મૂકી છે.

તેમણે જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનની માંગણીઓ સંતોષવામાં આવે તો જ તેહરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે.

ઈરાનના રાષ્ટ્રપતિએ રશિયા અને પાકિસ્તાન જેવા પ્રાદેશિક સાથી દેશોના નેતાઓ સાથે વાત કરીને આંતરરાષ્ટ્રીય સમર્થન

મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અમેરિકા અને ઝાયોનિસ્ટ શાસન એટલે કે, ઇઝરાયલ, વર્તમાન કટોકટી માટે સીધા જવાબદાર છે અને તેમની ક્રિયાઓ માટે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. જો કે, યુદ્ધના બીજા અઠવાડિયામાં પણ, તણાવ ઓછો થવાના કોઈ નક્કર સંકેતો નથી. એ જોવાનું બાકી છે કે શું અમેરિકા અને ઇઝરાયલ ઈરાનની માંગણીઓ પર ધ્યાન આપશે કે શું આ યુદ્ધ વધુ ખતરનાક સંઘર્ષમાં ફેરવાશે.

આ યુદ્ધની આગ ફક્ત સરહદો સુધી મર્યાદિત નથી; તે સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને અસર કરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં વધતા તણાવને કારણે તેલ અને ગેસ પુરવઠા પર ગંભીર અસર પડી છે. તેલ ટેન્કરોની અવરજવર બંધ થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે વૈશ્વિક ફુગાવામાં વધારો થવાની આશંકા છે. નિષ્ણાતો માને છે કે જો આ તણાવ ટૂંક સમયમાં ઓછો કરવામાં નહીં આવે, તો ઉર્જા સંકટ વધુ ઘેરું બની શકે છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનની માંગણીઓ સંતોષવા સહિતની માંગ સાથે અમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પહેલીવાર યુધ્ધ વિરામ અંગે મૌન તોડ્યું

ઈરાનની આર્થિક અને ટેકનોલોજી હબ ઉપરહુમલાની દહેશતને લઈ દુબઈ હરકતમાં!!!

ખાડી દેશોમાં વધી રહેલા સૈન્ય તણાવ અને ઈરાન દ્વારા અમેરિકન સંસ્થાઓને નિશાન બનાવવાની ધમકી બાદ દુબઈના આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દુબઈમાં કાર્યરત અમેરિકન બેંકો અને વૈશ્વિક ટેક કંપનીઓએ સાવચેતીના ભાગરૂપે તેમના કર્મચારીઓને ઓફિસ આવવાને બદલે ઘરેથી કામ કરવા આદેશ આપ્યો છે.ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સ દ્વારા અમેરિકન બેંકો અને ટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની ચેતવણી આપવામાં આવ્યા બાદ દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સિટીબેંક જેવી મોટી સંસ્થાઓએ જાહેરાત કરી છે કે તેમની અનેક શાખાઓ 12 થી 14 માર્ચ દરમિયાન બંધ રહેશે. જેપી મોર્ગન, બેંક ઓફ અમેરિકા અને મોર્ગન સ્ટેન્લી જેવી અન્ય મોટી બેંકોએ પણ ‘બિઝનેસ કંટીન્યુટી પ્લાન’ સક્રિય કર્યો છે.ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એનવીડિયા જેવી કંપનીઓએ તેમના પ્રાદેશિક સ્ટાફને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું છે. ગૂગલે તેના ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વના સ્ટાફ સિવાયના તમામ કર્મચારીઓને ફરજિયાત વર્ક-ફ્રોમ-હોમ સોંપ્યું છે.

ઈરાનની 3 મુખ્ય શરતો

  1. વૈધ અધિકારોની માન્યતા: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનના કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને સ્વીકારવામાં આવે.
  2. યુદ્ધનું વળતર: જંગ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક અને માળખાગત નુકસાનની ભરપાઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવે.
  3. આંતરરાષ્ટ્રીય ગેરંટી: ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય તેની નક્કર આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *