ભારતના ઘણા મંદિરો પોતાની આગવી પ્રતિભાના કારણે પ્રચલિત છે. વિજ્ઞાન પણ જેની સામે ફીકુ પડે છે એવો આ મંદિરોનો ચમત્કારો હોય છે. શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા આ મંદિરો પોતાનામાં જ એક આગવી વિશેષતા દર્શાવે છે. આ મંદિરોના કારણે જ પૃથ્વી ઉપર ઈશ્વર હોવાનું માનવામાં આવે છે. હજારો વર્ષો વીત્યા પછી પણ એ મંદિરના ચમત્કારો, પરચાઓ, રહસ્યો આજે પણ અકબંધ છે. આવું જ અનોખા મંદિરોમાં એક મંદિર જેના બધા પિલર હવામાં લટકે છે. અમે વાત કરી રહ્યા છીએ 16 મી સદીમાં બનેલા આંધ્રપ્રદેશના અનન્તપુર જીલ્લા સ્થિત આવેલ લેપાક્ષી ગામમાં આવેલા લેપાક્ષી મંદિરની જેને લોકો વીરભદ્ર મંદિર તરીકે પણ ઓળખે છે. આ મંદિર 70 પિલરને જમીન સાથે કોઈ સંબંધ નથી અને તે હવામાં લટકે છે.
આ મંદિર વિષે એક માન્યતા એવી પણ છે કે હવામાં લટકતા આ પિલ્લર નીચેથી જો સાડી અથવા પોતાના કોઈ કપડાં કાઢવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે.
લેપાક્ષી મંદિરના આ રસપ્રદ પિલ્લર “આકાશ સ્તંભ”ના નામે પણ ઓખાય છે. ઉપર ચિત્રમાં તમે જોઈ શકો છો કે સ્તંભ જમીનથી અડદ ઇંચ ઉપર ઉઠેલો છે, જેમાંથી સાડી અથવા કોઈ પાતળું વસ્ત્ર સરળતાથી પસાર થઇ શકે છે. લેપાક્ષી ગામનાઓ ઇતિહાસ રામાયણ સાથે સીધો સંબંધ ધરાવે છે. તેની એક કથા પણ પ્રચલિત છે. રાવણે જયારે માતા સીતાનું હરણ કર્યું ત્યારે પક્ષીરાજ જટાયુએ માતા સીતાને બચાવવા માટે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. એ યુદ્ધમાં ઘાયલ થઈને જટાયુ આજ જગ્યા ઉપર પડ્યા હતા.
જયારે ભગવાન શ્રી રામ સીતાજીને શોધતા શોધતા આ જગ્યાએ આવી ચઢ્યા ત્યારે તેમને જટાયુને ઘાયલ થઈને પડેલા જોયા. ત્યારે ભગવાન રામે જટાયુને કહ્યું હતું “ઉઠો પક્ષી” જેને તેલુગુમાં “લે પક્ષી” કહેવામાં આવે છે. ત્યારથી જ આ જગ્યાને “લેપાક્ષી” તરીકે ઓળખવામાં આવે છે. મંદિર પરિસરની પાસે જ એક વિશાલ પગની આકૃતિ ધરતી ઉપર અંકિત છે. જેને ભગવાન રામના પગની નિશાની માનીને આજે પણ પૂજવામાં આવે છે. કુમાસેલમની પહાડીઓ પર બનાવેલ આ મંદિર કાચબાના આકારમાં બનાવવામાં આવેલું છે. માન્યતા અનુસાર, મંદિરનું નિર્માણ વિરૂપ્ના અને વીરન્ના નામના બે ભાઈઓ દ્વારા 1583 માં કરવામાં આવ્યું હતું. તે જ પુરાણિક શાસ્ત્રો અનુસાર, આ મંદિર અગસ્ત્યઋષિની દેન પણ છે. આ ઉપરાંત તે પણ કહેવાય છે કે લેપાક્ષી મંદિર ભગવાન શિવનું ક્રૂર સ્વરૂપ છે, જે કે વીરભદ્ર દ્વાર યજ્ઞ પછીથી અસ્તિત્વમાં આવ્યું છે. આ મંદિરમાં માતા સીતાના પદ ચિહ્ન પણ જોવા મળે છે અને અહીં વિરાજમાન માતાને ભદ્રકાલી કહેવાય છે. લેપાક્ષી મંદિર મંદિરના ઝૂલતા સ્તંભનું રહસ્ય જાણવા માટે એક બ્રિટિશ એન્જીનીયર પણ ભારત આવ્યા હતા. ઘણા જ પ્રયત્નો કરવા છતાં પણ આ ચમત્કારને તે પારખી ના શક્યો અને રહસ્ય જાણ્યા વગર જ તેને પાછું ફરવું પડ્યું હતું.