ગ્રીન કાર્ડની લાલચમાં અમેરિકામાં 11 ગુજરાતીઓની ખતરનાક કરતૂત, આ રીતે ફૂટ્યો ભાંડો

Spread the love

 

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 11 ગુજરાતીઓ પર વિઝા છેતરપિંડીનું ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો છે. સરકારી વકીલો અનુસાર આ લોકોએ ગ્રીન કાર્ડ હાસિલ કરવા માટે એક શોર્ટકટ રીતે સુવિધા દુકાનોમાં હથિયારોની મદદથી લૂંટનું નાટક રચ્યું હતું.

તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સ્ટોરમાં કામ કરનાર ક્લાર્ક ઈમિગ્રેશન અરજીઓમાં ખુદને અપરાધના શિકાર ગણાવી શકે.

હકીકતમાં આ ષડયંત્ર ‘U Visa’ પ્રાપ્ત કરવા માટે રચવામાં આવ્યું હતું. U Visa તે પ્રવાસીઓને આપવામાં આવે છે, જે કોઈ અપરાધના શિકાર થયા હોય, જેણે માનસિક કે શારીરિક શોષણનો સામનો કર્યો હોય અને જે પોલીસની તપાસમાં મદદરૂપ થયા હોય. આ વિઝા પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી આપે છે અને 5થી 10 વર્ષની અંદર ગ્રીન કાર્ડ (સ્થાયી નિવાસ) પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કરે છે.

આરોપીઓના નામ અને સ્થિતિ
આ મામલા પર જે 11 લોકો પર વિઝા છેતરપિંડીના ષડયંત્રનો આરોપ લાગ્યો છે, તેના નામ છે-

જિતેન્દ્રકુમાર પટેલ (49), મહેશકુમાર પટેલ (36), સંજયકુમાર પટેલ (45), દીપિકાબેન પટેલ (40), રમેશભાઈ પટેલ (52), અમિતાબેન પટેલ (43), રોનકકુમાર પટેલ (28), સંગીતાબેન પટેલ (36), મિંકેશ પટેલ (42), સોનલ પટેલ (42) અને મિતુલ પટેલ (40).

આ બધા મેસાચુસેટ્સ, કેંટકી અને ઓહિયો જેવા અમેરિકી રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. દીપિકાબેન પટેલને મેસાચુસેટ્સના વેમાઉથમાં ગેરકાયદેસર રહેવાને કારણે પરત ભારત મોકલી દેવામાં આવ્યા હતા.

જિતેન્દ્રકુમાર, મહેશકુમાર, સંજયકુમાર, અમિતાબેન, સંગીતાબેન અને મિતુલની મેસાચુસેટ્સમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારે બોસ્ટનની એક કોર્ટમાં રજૂ કર્યાં બાદ તેને છોડી મુકવામાં આવ્યા. રમેશભાઈ, રોનકકુમાર, સોનલ અને મિંકેશની કેંટકી, મિસૌરી અને ઓહિયોથી ધરપકડ કરવામાં આવી છે. હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કઈ રીતે આ ઘટનાને અંજામ આપ્યો
આરોપ પત્ર અનુસાર માર્ચ 2023મા રામભાઈ નામના મુખ્ય ષડયંત્રકારી અને તેના સાથીઓએ મેસાચુસેટ્સ અને અન્ય સ્થળો પર ઓછામાં ઓછી 6 સુવિધા/દારૂની કુદાનો અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં નકલી લૂંટને અંજામ આપ્યો.

આ નાટકમાં લૂંટેરો સીસીટીવી કેમેરાની સામે બંદૂક (કે તેના જેવું હથિયાર) દેખાડી કેશિયક કે માલિકને ધમકાવતો હતો અને ગલ્લામાંથી પૈસા લઈ ભાગી જતો હતો.

લૂંટેરોના ભાગ્યાની પાંચ મિનિટ કે તેનાથી થોડા સમય બાદ પીડિત ક્લાર્ક કે માલિક ઈરાદાપૂર્વક પોલીસને ફોન કરી કેસ દાખલ કરાવતા હતા જેથી સમગ્ર ઘટના સાચી લાગે.

પૈસાની લેતીદેતી અને સજાની જોગવાઈ
તપાસમાં સામે આવ્યું કે આ કથિત પીડિતો (ક્લાર્ક) ને યોજનામાં સામેલ થવા માટે આયોજક રામભાઈએ પૈસા આપ્યા હતા. તેના બદલામાં રામભાઈને ખોટી લૂંટ માટે પોતાની દુકાનોનો ઉપયોગ કરવા માટે સ્ટોર માલિકોને પૈસા ચુકવ્યા હતા. રામભાઈ, લૂંટનું નાટક કરનાર લૂંટેરા અને તેને ભગાડવામાં મદદ કરનાર ડ્રાઇવરને દોષી ઠેરવવામાં આવ્યા છે. વિઝા છેતરપિંડીના આરોપમાં મહત્તમ પાંચ વર્ષની જેલ, 3 વર્ષ નજરબંધ અને 250000 અમેરિકી ડોલર (બે કરોડ રૂપિયા) ના દંડની જોગવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *