ભાભરના ઋણી ગામમાં ચૌધરી સમાજની દીકરીના પ્રેમલગ્નના મામલે ચૌધરી સમાજનું મહાસંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનનો જેવા કે અણદાભાઈ પટેલ અને અમરાભાઈ ચૌધરી સહિતના વરિષ્ઠ આગેવાનો એકઠા થયા હતા.
વરિષ્ઠ આગેવાનોની માગ હતી કે રબારી સમાજમાં પ્રેમ લગ્ન કરેલી કંકુ ચૌધરીને પાછી લાવવામાં સમયની જરૂર છે. તેની સામે યુવાનોએ તાત્કાલિક નિર્ણય લેવાનું કહ્યું હતું.
64 ગોળના પ્રમુખ ગંગારામ ચૌધરી જ્યારે સભા સંબોધી રહ્યા હતા ત્યારે સ્પીકર બંધ કરવાની ઘટના પણ ઘટી હતી. યુવાનો ઉશ્કેરાતા તેમણે મીડિયાકર્મીઓના મોબાઇલ છિનવી લઈ કવરેજ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સભામાં ઉપસ્થિત યુવાનો કાબૂ બહાર જતાં અંતે વડીલોએ સભા છોડી રવાના થવાનો વારો આવ્યો હતો. આમ બે વર્ષ પહેલા થયેલા પ્રેમલગ્નનો મુદ્દો ઉકેલવા મળેલી સભા આંતરિક વિવાદને જન્મ આપી વિખૂટી પડી હતી.