Gandhinagar : કોચિંગ ક્લાસ પર સરકાર લગામ લગાવશે, ભ્રામક જાહેરાતો પર રોક લગાવવા સહિત અનેક કડક નિયમો

Spread the love

 

રાજ્ય સરકાર હવે કોચિંગ ક્લાસ પર લગામ લગાવવા માટે નવી પોલિસી તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. વિદ્યાર્થીઓ પર વધતા અભ્યાસના દબાણ અને કોચિંગ સંસ્થાઓમાં વધતી ગેરવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સરકાર કડક નિયમો લાવવા તૈયારી કરી રહી છે.

સરકાર દ્વારા બનાવવામાં આવનારી નવી પોલિસી હેઠળ કોચિંગ સંસ્થાઓ માટે અનેક કડક નિયમો લાગુ કરવામાં આવશે.

ભ્રામક જાહેરાતો પર રોક લગાવવામાં આવશે

આ ગાઈડલાઈન મુજબ કોચિંગ ક્લાસ દ્વારા કરવામાં આવતી ભ્રામક જાહેરાતો પર રોક લગાવવામાં આવશે. સાથે જ સ્કૂલના સમય દરમિયાન કોચિંગ ક્લાસ ચલાવવા પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે, જેથી વિદ્યાર્થીઓ પર વધારાનો શૈક્ષણિક ભાર ન પડે.

ફી રિફંડને લઈને પણ સ્પષ્ટ નિયમ લાવવાની તૈયારી

સરકાર ફી રિફંડને લઈને પણ સ્પષ્ટ નિયમ લાવવાની તૈયારીમાં છે, જેથી વિદ્યાર્થીઓ અથવા વાલીઓને અનાવશ્યક આર્થિક નુકસાન ન થાય. ઉપરાંત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ ખાસ જોગવાઈ કરવામાં આવશે.

નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના સામે કડક કાર્યવાહી

જો કોઈ કોચિંગ સંસ્થા આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમાં રજિસ્ટ્રેશન રદ્દ કરવાની જોગવાઈ પણ સામેલ રહેશે.

કોચિંગ સંસ્થાઓમાં પારદર્શિતા વધશે

સરકારનો દાવો છે કે આ નવી પોલિસીથી કોચિંગ સંસ્થાઓમાં પારદર્શિતા વધશે અને વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *