Married Life: દરેક પતિ-પત્નીએ પાસ કરવા પડે આ 5 પડાવ, ત્રીજું સ્ટેજ પાર કરી જાય તે કપલની લાઈફમાં શરુ થાય ગોલ્ડન પિરિયડ

Spread the love

 

લગ્નને સાત જન્મોનો સાથ કહેવામાં આવે છે. પરંતુ લગ્ન એક જન્મમાં પણ ત્યારે ટકી રહે છે જ્યારે પતિ પત્ની લગ્ન જીવનના આ 5 ફેઝ એકબીજા સાથે પસાર કરી શકે. જી હા દરેક યુવક યુવતીએ લગ્ન પછી આ 5 ફેઝમાંથી પસાર થવું પડે છે. આ 5 માંથી ત્રીજો ફેસ એવો છે જેમાં પતિ પત્ની વચ્ચે સૌથી વધુ સમસ્યાઓ થાય અને આ સ્ટેજમાં જ ડિવોર્સ પણ વધારે થઈ જાય છે.

જો ત્રીજું સ્ટેજ પતિ પત્ની સાથે મળીને પસાર કરી લે તો પછી લગ્નજીવનમાં ગોલ્ડન પીરિયડ શરૂ થાય છે. આ પછી પતિ પત્ની એકબીજા સાથે એવું જીવન જીવે છે જેને જોઈને લોકો પણ તેમના પ્રેમના વખાણ કરે. પરંતુ આ સ્ટેજ સુધી પહોંચતા પતિ પત્નીએ ચાર પડાવ પાર કરવા પડે છે.

લગ્ન જીવનના 5 તબક્કા

Wife Affair: આ 5 વાતો જણાવી દેશે કે ઘરની બહાર પત્નીનું ચાલી રહ્યું છે અફેર

હનીમૂન પિરિયડ

લગ્ન થાય પછી એક થી બે વર્ષ સુધીનો સમય હનીમૂન પિરિયડ કે હનીમૂન ફેઝ કહેવાય છે. આ સમયે પતિ અને પત્નીમાં લગ્ન જીવનને લઈને એક્સાઈમેન્ટ, એટ્રેક્શન અને પ્રેમ ચરમસીમાએ હોય છે. આ સમયે પતિ પત્ની એકબીજા સાથે સુખેથી જીવન જીવવાના સપના જુએ છે અને એકબીજાની સાથે હરતા ફરતા સમય પસાર કરે છે. હનીમૂન પિરિયડ મોટાભાગના કપલ એકબીજા સાથે રોમાન્સ કરવામાં પસાર કરે છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેરની ભુલ પછી પત્ની સાથે નવી શરુઆત કરવા અપનાવો આ 5 ટીપ્સ

વાસ્તવિકતાનો ફેઝ

હનીમૂન પિરિયડ પૂરો થાય એટલે કે લગ્નના બે વર્ષ પૂરા થાય પછી જીવનની વાસ્તવિકતા પતિ પત્ની સામે આવે છે. શરૂઆતના સમયમાં જે મજા અને એકબીજાનો સાથ મળ્યો હોય તેમાં ઘટાડો થવા લાગે છે અને જીવનની રિયાલિટી અને જવાબદારીઓ સંભાળીને આગળ વધવાનો સમય આવે છે. વાસ્તવિકતાનો આ સમય એવો હોય છે જ્યારે પતિ પત્ની એકબીજાની ખામીઓને પણ જોતા થાય છે. લગ્નના આ સ્ટેજમાં પતિ પત્નીને એકબીજાની વાસ્તવિકતા પણ ખબર પડે છે જ્યાંથી ધીરે ધીરે મુશ્કેલીઓની શરૂઆત પણ થઈ જાય છે.

મોટી ઉંમરના પુરુષ અને નાની ઉંમરની છોકરી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય તેના જવાબદાર 5 કારણો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ

ઘણા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રિલેશનશિપ સ્ટેટસમાં તમે ઇટ્સ કોમ્પ્લિકેટેડ શબ્દ વાંચ્યો હશે. લગ્ન જીવનમાં ત્રીજો ફેસ ઇટ્સ કોમ્પ્લિકેટેડ જેવો હોય છે. બીજા સ્ટેજમાં જ પતિ પત્નીને એકબીજાની ખામીઓ અને સમસ્યાઓ દેખાવા લાગે છે જે ત્રીજા સ્ટેજ સુધી પહોંચતા વધી જાય છે. ત્રીજા સ્ટેજમાં પતિ અને પત્ની એ વાત જાણી જાય છે કે તેમના પાર્ટનરમાં કઈ કઈ ખામીઓ છે. ત્રીજા સ્ટેજમાં કપલ વચ્ચે લડાઈ ઝઘડા પણ વધી જાય છે. આ સમય એવો હોય છે જ્યારે પતિ અને પત્ની એકબીજા સામે વધારે એગ્રેસીવ બિહેવ કરતા હોય છે. પોતાના જીવનસાથીનું આ રૂપ જોઈને સંબંધ નિભાવવા મુશ્કેલ લાગે છે. ત્રીજા સ્ટેજમાં પ્રેમનો મોહ ભંગ પણ થઈ જાય છે.

40 વટાવે પછી સ્ત્રીની જરૂરીયાત બદલે, આ ઉંમરે સ્ત્રી પુરુષ પાસેથી શું ઈચ્છતી હોય જાણો

નિર્ણય લેવાનો સમય

ત્રીજા સ્ટેજમાં પતિ પત્ની વચ્ચે સમસ્યાઓ ચરમસીમા પર પહોંચી જાય ત્યારે કપલને એ વાતનો અનુભવ થાય છે કે કોઈ તો નિર્ણય લેવો જરૂરી છે. ઘણા કપલ ત્રીજા સ્ટેજ પછી સમજી જાય છે કે કલ્પના અનુસાર જીવન પરફેક્ટ નથી તેને પરફેક્ટ બનાવવું પડશે. આ વાત સમજીને જે કપલ આગળ વધે છે તેઓ ગોલ્ડન ફેઝમાં પ્રવેશ કરી જાય છે. અને જે કપલ લગ્નજીવનની રિયાલિટી અને જવાબદારીને એક્સેપ્ટ નથી કરી શકતા તેઓ આ સ્ટેજમાં અલગ થઈ જવાનું નક્કી કરી લેતા હોય છે. લગ્ન જીવનના ચોથા સ્ટેજમાં કપલ એ નક્કી કરતા હોય છે કે જીવનને એકબીજા સાથે એડજસ્ટ થઈને આગળ લઈ જવું છે કે પછી એકબીજાથી અલગ થવાનો રસ્તો પસંદ કરવો છે.

Relationship: રિલેશનશીપના નામે છોકરો ટાઈમ પાસ કરતો હોય ત્યારે જોવા મળતાં 5 રેડ ફ્લેગ

ગોલ્ડન પીરિયડ

જે કપલ ચોથા સ્ટેજમાં એકબીજાની સાથે એડજસ્ટ થઈને લગ્ન જીવનને ફરીથી એક તક આપવાનું નક્કી કરે છે તેઓ લગ્નજીવનના સૌથી સુંદર ગોલ્ડન ફેઝમાં આવી જાય છે. એકબીજા સાથે ખરાબ સમય જોઈ ચૂકેલા કપલ આ સ્ટેજમાં એકબીજાને તેમની ખામીઓ સાથે અપનાવે છે અને તેઓ ફરીથી પ્રેમમાં પડે છે. લગ્ન જીવનના આ સ્ટેજ પછી હકીકતમાં હેલ્ધી રિલેશનશિપની શરૂઆત થઈ છે. જે કપલ આ સ્ટેજ પર કરી લે છે તેઓ પરફેક્ટ કપલ તરીકે જીવન જીવવાનું પણ શીખી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *