Law for Women: સાસુના મૃત્યુ પછી તેના સોનાના દાગીના પર વહુનો હક ગણાય કે દીકરીનો ? મોટાભાગના લોકો નહીં જાણતા હોય

Spread the love

 

સાસુનું સ્ત્રી ધન એટલે કે જીવનભરની બચતમાંથી તેણે જે ઘરેણા કરાવ્યા હોય તે ઘરેણા પર તેના મૃત્યુ પછી વહુનો અધિકાર ગણાય કે પછી દીકરીનો હદ ગણાય તે અંગે અનેક લોકોના મનમાં પ્રશ્નો હોય છે. ઘરના વ્યક્તિના મૃત્યુ પછી તેની ઘરેણા, બચત, તેના નામની સંપત્તિના વિભાજન સમયે વિવાદ પણ થઈ જતા હોય છે. ખાસ કરીને સોનાના ઘરેણાને લઈ દીકરી અને વહુ વચ્ચે મહાભારત થઈ જાય છે.

આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય કે આ અંગે કાયદો શું કહે છે.

આજે જાણીએ કે ઘરની મુખ્ય મહિલાના મૃત્યુ પછી તેના સોનાના ઘરેણા પર કાયદાકીય રીતે દીકરીનો હક હોય કે પછી દીકરાની વહુને સોનાનો વારસો મળે.

Skin Care: 7 દિવસ આ સ્કિન કેર રુટીન ફોલો કરો, 8 માં દિવસથી સ્કિન પર ગ્લો વધી ગયો હશે

સોનાના ઘરેણાના વારસા સંબંધિત કાયદો

સૌથી પહેલી વાત આવે છે વીલની. મૃત્યુ પામનાર વ્યક્તિએ જો પોતાની સંપત્તિ, બચત કે સોનાના ઘરેણાં અંગે વીલ બનાવી હોય તો મરનાર વ્યક્તિએ જે પણ વ્યક્તિનું નામ વીલમાં લખ્યું હોય તેને ઘરેણા મળે. આ વ્યક્તિ દીકરી હોય શકે, વહુ હોય શકે, દીકરાના સંતાન હોય શકે, દીકરીના સંતાન હોય શકે કે કોઈ અન્ય સંબંધી પણ હોય શકે. જો વીલ બનેલી હોય તો દીકરી, વહુ કે દીકરો જેના નામની સંપત્તિ હોય તેને આપતા રોકી ન શકે.

જાણો ખાવાની કઈ વસ્તુઓ લોઢાના વાસણમાં પકાવો તો ફાયદો કરે અને કઈ વસ્તુઓ નુકસાન ?

વીલ ન હોય તેવા કિસ્સામાં શું થાય ?

વાત આવે કે જો કોઈએ વીલ ન બનાવી હોય તો તેવી સ્થિતિમાં સોનું કોને મળે ? ભારતમાં મોટાભાગે મહિલાઓ વીલ બનાવતી જ નથી. તેથી આ પ્રશ્ન ઊભા થતા જ હોય છે. જ્યારે મહિલાઓ વીલ ન બનાવી હોય તો તેના મૃત્યુ પછી તેના સોનાના ઘરેણા સહિતની વસ્તુઓના વારસદાર તેના સંતાન બને છે. એટલે કે પતિ, દીકરો, દીકરી અને તેમના સંતાનો હકદાર ગણાય છે. મહત્વપૂર્ણ છે કે સાસુના ઘરેણા માટે વહુ વારસદાર ગણાતી નથી. વહુને સાસુના ઘરેણા ત્યારે જ મળે ત્યારે સાસુ વીલ કરી તેમાં પોતાની વહુનું નામ વારસદાર તરીકે લખે.

હેર ગ્રોથ અટકી ગયો છે ? ટ્રાય કરો આ 5 માંથી એક હેર પેક, વાળ લાંબા અને ઘાટા ઝડપથી થશે

પરિણિત દીકરી પણ હકદાર ગણાય

માતાના મૃત્યુ પછી તેના ઘરેણા સહિતની વસ્તુ માટે દીકરી હકદાર ગણાય છે. દીકરી પરિણીત હોય અને તેના સાસરે રહેતી હોય તો પણ તેને વારસો મળે છે. સંપત્તિ અને સોનું દીકરા તેમજ દીકરીમાં સમાન રીતે વિભાજિત થાય છે.

ઝડપથી વજન ઓછું કરવાની ટ્રિક, આ રીતે ટ્રેડમિલ પર વોક કરશો તો ઝડપથી ઘટશે ફેટ

ટુંકમાં કાયદો એવો છે કે જો સાસુ મરતાં પહેલા વીક બનાવે અને તેમાં વહુનું નામ લખાવે તો તેના સોનાના ઘરેણા અને અન્ય વસ્તુ વહુને મળે જો વીલ ન કરેલી હોય તો કાયદાકીય રીતે માતાની સંપત્તિ, ઘરેણા સહિતની વસ્તુ દીકરા અને દીકરીમાં સમાન રીતે વિભાજીત થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *