યુદ્ધ અંગે સમાધાનના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ઈરાને ફગાવ્યાં

Spread the love

 

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે લગભગ ચાર અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે તેમજ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામને લઈને ચર્ચાઓ ચાલતી હોવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, ઈરાને અમેરિકાને ફરી એકવાર આકરા શબ્દોમાં સંભળાવી દીધું છે કે, યુદ્ધના અંતને લઈને કોઈ વાતચીત ચાલી રહી નથી. ઈરાનના સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા પોતાની સાથે જ વાતો કરી રહ્યું છે.

દરમિયાન ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ દાવો કર્યો હતો કે, તેહરાન યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર છે.

ઈરાનના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોઈ વાતચીત ચાલી રહી નથી. માત્ર અમેરિકા પોતાની સાથે વાત કરી રહ્યાં છે. આ નિવેદન ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ મિનિટ્રી કમાન્ડના પહેલા નિવેદનને વધારે મજબુત બનાવે છે. જેમાં કહ્યું હતું કે, અમે તમારા જેવા લોકો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ, ના હાલ અને ના ક્યારેય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *