2029 પહેલા બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્શો! લોકસભાની સીટોમાં થશે મોટો ફેરફાર, જાણો AtoZ માહિતી

Spread the love

 

કેન્દ્ર સરકાર આગામી વસ્તી ગણતરી અને પરિસીમન પ્રક્રિયાઓથી મહિલા અનામત અધિનિયમ, 2023ને લાગૂ કરવાની તૈયારીમાં છે. આ અધિનિયમ હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભામાં એક તૃતિયાંશ સીટો મહિલાઓ માટે અનામત છે. સરકારે સૂચનકર્યું છે કે લોકસભાની વર્તમાન 543 સીટોને વધારી 816 કરવામાં આવે, જેમાં મહિલાઓ માટે 273 સીટો સામેલ છે.

લોકસભાની આ નવી વ્યવસ્થા 2029ની લોકસભા ચૂંટણીથી લાગૂ થઈ શકે છે.

2011ની વસ્તી ગણતરી પ્રમાણે થઈ શકે છે પરિસીમન
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર કેટલાક વિપક્ષી દળોની સાથે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિનિયમમાં સંશોધન કરી અને દરેક રાજ્યોને ફાળવાયેલી સીટોના વર્તમાન ગુણોત્તરને બનાવી રાખતા લોકસભાની કુલ સંખ્યાને અલગથી વધારવાનું સૂચન કર્યું. પરંતુ સીટોની મર્યાદા નક્કી કરવા (પરિસીમન) નું કામ 2011ની વસ્તી ગણતરીના આધારે થવાની સંભાવના છે.

તો બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્શો
દેશમાં લોકસભાની સીટો વધશે તો તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતનો રાજકીય નક્શો 2029 પહેલા બદલાઈ જશે. ગુજરાતમાં વર્તમાનમાં 26 લોકસભા સીટ છે, જેમાં વધારો થશે. વર્તમાન રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 39 લોકસભા સીટ થઈ શકે છે, એટલે કે 13 સીટનો વધારો થશે. આ સાથે એસસી અને એસટી અનામતની સીટોમાં પણ ફેરફાર થઈ શકે છે. સૌથી મોટી બાબત એ છે કે મહિલા નેતાઓેને સૌથી મોટો ફાયદો થશે. ગુજરાતમાં 13 સીટો મહિલાઓ માટે અનામત થતાં ગુજરાતમાંથી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી જશે.

દેશમાં 50% વધી જશે લોકસભા સીટો, જાણો ક્યા રાજ્યોમાં કેટલી વધશે? આ રહ્યું લિસ્ટ

ગુજરાતમાં વર્તમાન લોકસભા સીટ
ગાંધીનગર
નવસારી
ખેડા
કચ્છ
જુનાગઢ
પાટણ
સુરત
અમદાવાદ પશ્ચિમ
સુરેન્દ્રનગર
ભાવનગર
વલસાડ
દાહોદ
અમરેલી
રાજકોટ
ભરૂચ
બનાસકાંઠા
બારડોલી
અમદાવાદ પૂર્વ
આણંદ
જામનગર
પોરબંદર
વડોદરા
પંચમહાલ
સાબરકાંઠા
છોટા ઉદેપુર
મહેસાણા

મહિલાઓ માટે અનામત રહેશે 13 સીટ
કેન્દ્ર સરકારનો પ્રયાસ 2029ની લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત લાગૂ કરવા પર છે. જો ગુજરાતની વર્તમાન 26 લોકસભા સીટો વધીને 39 થશે. તો તેમાંથી 1/3 એટલે કે 13 સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી શકે છે.

આ સિવાય ગુજરાતમાં કુલ લોકસભાની વર્તમાન 26 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂજિત જનજાતિ માટે અનામત બેઠકો છે. રાજ્યમાં કુલ બે સીટો અનુસૂજિત જાતિ અને 4 સીટ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. લોકસભાની કુલ બેઠકોની સંખ્યામાં વધારો થવાને કારણે આ અનામત બેઠકોમાં પણ ફેરફાર થઈ શકે છે.

આ નિર્ણયની શું થશે અસર?
મહિલા અનામત લાગૂ થયા બાદ દેશની સર્વોચ્ચ પંચાયતમાં મહિલા સાંસદોની સંખ્યામાં વધારો થશે. દેશની રાજનીતિમાં મહિલાઓને મુખ્ય ધારામાં સામેલ થવાની તક વધશે. આ સાથે દરેક રાજકીય પાર્ટીઓની અંદર મહિલા નેતાઓનું પ્રતિનિધિત્વ વધશે. આ સિવાય રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડશે. નવી સીટો અને અનામત બેઠકો પ્રમાણે રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિ ઘડવી પડશે.

વર્તમાન સીટોમાં થઈ શકે છે ફેરફાર
2029ની લોકસભા ચૂંટણી પહેલા પરિસીમન થવાને કારણે વર્તમાન લોકસભાની બેઠકોમાં ફેરફાર થઈ શકે છે. જેમાં કેટલીક નવી બેઠકો બનશે કોઈ વર્તમાન બેઠક સમાપ્ત થઈ શકે છે. અમદાવાદ જેવા મહાનગરોમાં નવા પરિસીમનની મોટી અસર જોવા મળી શકે છે.

ક્યા મોટા રાજ્યોમાં કેટલી સીટો વધશે
ઉત્તર પ્રદેશની વર્તમાન 80 સીટો વધીને 120 થઈ શકે છે (40 સીટનો વધારો). મહારાષ્ટ્રની વર્તમાન 48 સીટો વધી 72 થઈ શકે છે (24 સીટનો વધારો) પશ્ચિમ બંગાળમાં વર્તમાન 42 સીટો વધી 63 થઈ શકે છે (21 સીટનો વધારો). બિહારની વર્તમાન 40 સીટો વધી 60 થઈ શકે છે (20 સીટનો વધારો). મધ્યપ્રદેશમાં 29 સીટો વધી 44 થઈ શકે છે (15 સીટનો વધારો). રાજસ્થાનની 25 સીટો વધી 38 સીટો થવાની સંભાવના (13 સીટનો વધારો). ગુજરાતની વર્તમાન 26 સીટો વધી 39 થઈ શકે છે (13 સીટનો વધારો) થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *