માણસાના પાંજરાપોળ પાસેના વળાંક પર પૂર ઝડપે જઈ રહેલા બાઇક ચાલકનું ટ્રક નીચે આવી જતા મોત નીપજ્યું છે.
વાહનોથી ભરાયેલા વળાંક પાસે કાવો મારીને નીકળવા જતા બાઇક ચાલક ગબડ્યો હતો. જેના કારણે ચાલક આનંદ રાવળ ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દસ ટાયર વાળો ટર્બો ટ્રક સિરામિક ભરીને જઈ રહ્યો હતો મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કલસી પુરા પાટા ગામના રહેવાસી કાનાભાઈ અમરાભાઇ ખાંટ વ્યવસાયે ડ્રાઇવિંગ કરે છે. તેઓ પોતાની માલિકીનો દસ ટાયર વાળો ટર્બો ટ્રક લઈને રાજપુરા સ્થિત આકાશ સિરામિકમાંથી ટાઇલ્સ ભરીને લુણાવાડા જવા નીકળ્યા હતા.
ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોત આ દરમ્યાન માણસા બજાર ક્રોસ કરી તેઓ પાંજરાપોળના વળાંક પાસે પહોંચ્યા હતા .ત્યારે સામેથી આવતી એક બાઇક (નંબર GJ-02-EE-9523) પૂરપાટ ઝડપે ટ્રકને અથડાઈ હતી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉબખલ ગામનો રહેવાસી આનંદ રાવળ પોતાની બાઈક અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો.