છેલ્લા ૩૦ દિવસમાં કાચા માલમાં ૫૦ થી ૭૦ ટકા વધારો : પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ ખતરામાં : સરકાર સમક્ષ રાહત માટે GSPMAની માંગણી

Spread the love

 


જીએસટીમાં 18% ની જગ્યાએ પાંચ ટકા રાહત કરી આપે : 30 થી 35 પૈસાનો વધારો થવાની શક્યતા જો સરકાર પગલા લે તો 10 થી 15 પૈસા સુધીનો વધારો આવી શકે અને બધાની સિસ્ટેનિબિલિટી જળવાઈ શકે : અનિશ પટેલ 

સરકારે નવો કાયદો લાવી પ્લાસ્ટિક રી- પ્રોસેસિંગ મટીરીયલ જેમ યુરોપમાં છે તે રીતે ફૂડ ગ્રેડ સિવાય રો મટીરીયલની સાથે 30 થી 35% ફરજિયાત વાપરવું તેઓ કાયદો લાવે : શૈલેષ પટેલ 

મિનિમમ ઈમ્પોર્ટ ડ્યુટી સાડા સાત થી દસ ટકા જે લાગેલી છે તે સરકાર ઓછી કરે જેનાથી બહારથી રો મટીરીયલ ઈમ્પોર્ટ કરનાર તેમજ સ્થાનિક ઉદ્યોગને બચાવી શકાય : દર્શન શાહ
અમદાવાદ

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિયેશન (GSPMA) જે ગુજરાતભરના પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે, દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્યોગ સમક્ષ ઉભી થયેલી ગંભીર પડકારજનક પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના માનદ પ્રમુખ અનીશ પટેલે યુદ્ધને લઈને પ્લાસ્ટિક ઉદ્યોગ ઉપર વર્તાતી અસરને લઈને જણાવ્યું હતું કે છેલ્લા 30 દિવસમાં કાચા માલમાં 50 થી 70 ટકા વધારો થયેલ છે જેને સરકારે નિયંત્રિત કરવું જરૂરી છે હજી કેટલો વધારો થઈ શકે છે તે કહેવું અત્યારે શક્ય નથી. જીએસટીમાં 18% ની જગ્યાએ પાંચ ટકા રાહત કરી આપે, ડીલેવરીમા ખેંચી આપે તો સારું,ઇન્ટરવિંગ કરીને રિફાઇનરી માંથી અર્લીમ મટીરીયલ એમએસએમઈને મળે, 30 થી 35 પૈસાનો વધારો થવાની શક્યતા જો સરકાર પગલા લે તો 10 થી 15 પૈસા સુધીનો વધારો આવી શકે અને બધાની સિસ્ટેનિબિલિટી જળવાઈ શકે.

જીએસપીએમએ ના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે અમારી માંગણી છે કે સરકારે નવો કાયદો લાવી પ્લાસ્ટિક રી- પ્રોસેસિંગ મટીરીયલ જેમ યુરોપમાં છે તે રીતે ફૂડ ગ્રેડ સિવાય રો મટીરીયલની સાથે 30 થી 35% ફરજિયાત વાપરવું તેઓ કાયદો લાવે વર્જિન રો – મટીરીયલનો વપરાશ ઓછું થાય સરકાર જે સિસ્ટેનિબિલિટીની વાત કરે છે તેમાં મદદરૂપ થાય. પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ ની કિંમત પણ ઓછી આવે. ઈમ્પોર્ટ મટીરીયલ માં સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જરૂર છે. લોકલમાં ઈન્ટેન સબવેશન સરકારે આપવું જોઈએ. રો મટીરીયલ ઉપર સરકાર બીએસ ફરજિયાત કરે.
જીએસપીએમએ અને પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સીઓઓ સભ્ય દર્શન શાહે જણાવ્યું કે આજની યુદ્ધની પરિસ્થિતિમાં એક્સપોર્ટર્સ ને જીએસટી સહિત અન્ય ફાયદાઓ થતા હોય અને મિનિમમ ઈમ્પોર્ટ ડ્યુટી સાડા સાત થી દસ ટકા જે લાગેલી છે તે સરકાર ઓછી કરે જેનાથી બહારથી રો મટીરીયલ ઈમ્પોર્ટ કરનાર તેમજ સ્થાનિક ઉદ્યોગને બચાવી શકાય. રિફંડ જે અટકેલા છે અને મરીન પોલીસી આજના યુદ્ધની પરિસ્થિતિમાં નથી મળતી તેમાં કોઈ ક્રાઈટેરિયા મૂકે તો એક્ઝિબીટર આરામથી એક્સપોર્ટ કરી શકે.

વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં વ્યાપક ખલેલ પહોંચી છે, જેના પરિણામે પોલિમર કાચા માલના ભાવોમાં અભૂતપૂર્વ ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. સાથે સાથે, કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતાં ઉત્પાદનની સતતતા જાળવવી મુશ્કેલ બની રહી છે.
પ્લાસ્ટિક ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે કેમકે તે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, પેકેજિંગ, કૃષિ, હેલ્થકેર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લૉગિસટિક્સ, ઑટોમોબાઇલ, હોસ્પિટલ એસેસરીઝ અને નિકાસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આધાર આપે છે. આ ઉદ્યોગ લાખો લોકોને રોજગાર પૂરો પાડે છે અને રાજ્ય તથા દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

મુખ્ય મુદ્દાઓ

પોલિમર કાચા માલના ભાવોમાં અસામાન્ય અને અચાનક વધારો
• સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે ઉત્પાદન પર પ્રતિકૂળ અસર
• MSME એકમો માટે વર્કિંગ કેપિટલ પર ભારે દબાણ
• સ્પર્ધાત્મક બજારને કારણે વધેલા ખર્ચનો ગ્રાહકો પર ભાર મૂકવામાં અસમર્થતા
• પ્લાસ્ટિક પ્રોડક્ટ્સને લગતા અને તે પર નભતા પાયાના ઉદ્યોગો પર માઠી અસર
• પ્લાસ્ટિક ઉદ્યોગમાં ૮૫ ટકા MSME એકમો જેમની માટે કાચા માલનો સ્પેસીયલ કોટ અલગથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ
• છેલ્લા ૩૦ દિવસમાં કાચા માલોમાં ૫૦ થી ૭૦ ટકા વધારો થયેલ છે જેને નિયંત્રિત કરવું જરૂરી
આ તમામ પરિબળોના સંયુક્ત પ્રભાવથી પ્લાસ્ટિક ઉદ્યોગ, ખાસ કરીને MSME સેગમેન્ટ, ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, જે ઉદ્યોગની સ્થિરતા અને રોજગાર પર સીધી અસર કરે છે.

સરકાર સમક્ષ GSPMA ની મુખ્ય માંગણીઓ

1. ભાવ સ્થિરતા માટે વ્યવસ્થા: પોલિમર ભાવોમાં અતિરિક્ત ચડાવ-ઉતારને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં
2. આર્થિક સહાય: હાલના સંજોગોમાં MSME એકમોને વગર વ્યાજે લોન, વર્કિંગ કેપિટલ મર્યાદા વધારો
3. આયાત શુલ્કમાં રાહત: મહત્વના કાચા માલ પર ડ્યુટીમાં ઘટાડો
4. કાયદાકીય પાલનમાં સમયબદ્ધ છૂટછાટ અને સમયમર્યાદામાં રાહત
5. દેશી ઉત્પાદનને પ્રોત્સાહન: સ્થાનિક કાચા માલના ઉત્પાદનને વધારવા માટે નીતિ આધાર
6. હાલની કાચા માલોની crisisને ૫હોંચી વળવા પ્લાસ્ટિક રિસાયકલિંગને પ્રોત્સાહન આપતા પગલાં લેવા જોઈએ. વધુમાં ફોર્મયુલેશનમાં ૦% રિસાયકલ્ડ મટિરિયલ વપરાશના ધોરણોમાં ફેરફાર કરવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *