વિશ્વના દિગ્ગજ બ્રોકરેજ ફર્મએ ઘટાડ્યો નિફ્ટીનો ટાર્ગેટ.. Goldman એ આપી ચેતવણી

Spread the love

 

ન્યૂર્યોક,તા.28 દુનિયાની દિગ્ગજ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેચર્સ ભારતીય બજારનું રેટિંગ ઘટાડીને `માર્કેટવેટ’ એટલે કે સરેરાશ કરી દીધું છે. આ સાથે જ નિફ્ટીના ટાર્ગેટમાં પણ ઘટાડો કર્યો છે.

આનાથી ભારતની આર્થિક સ્થિતિ બગડી છે. આવનારાં કેટલાક ત્રિમાસિક ગાળામાં કંપનીઓના નફાના અંદાજમાં ઘટાડો કરવો પડશે.બેંકે આગામી 12 મહિના (માર્ચ 2027) માટે નિફ્ટીનો લક્ષ્‍યાંક 29,300 થી ઘટાડીને 25,900 કરી દીધો છે.

આનો અર્થ એ છે કે આગામી એક વર્ષમાં ભારતીય શેરોમાંથી આશરે 12-13 ટકા રિટર્ન મળવાની આશા છે. આ અન્ય એશિયન બજારો (જાપાનને છોડીને) માટે અંદાજિત 19 ટકા કરતા ઓછું છે.

આ પહેલા આ જ અઠવાડિયે બર્નસ્ટીને પણ નિફ્ટીનો વર્ષના અંતનો લક્ષ્‍યાંક ઘટાડીને 26,000 કર્યો હતો. તેણે ચેતવણી આપી હતી કે જો સ્થિતિ વધુ ખરાબ થશે તો નિફ્ટી 19,000 ના સ્તર સુધી પણ ગગડી શકે છે.

ગોલ્ડમેનનું કહેવું છે કે, આગામી 3 થી 6 મહિનામાં બજારમાં ઘટાડાનું જોખમ વધુ છે. કદાચ અત્યારે બજાર કંપનીઓના નફામાં થનારા મોટા ઘટાડાને પારખી શકતું નથી.

યુદ્ધની અસર
► ગોલ્ડમેન સેચર્સ ભારતીય બજારનું રેટિંગ ‘ઓવરવેટ’ થી ઘટાડીને ‘સરેરાશ’ કરી દીધું છે.
► નિફ્ટીનો 12 મહિનાનો લક્ષ્‍યાંક 29,300 થી ઘટાડીને 25,900 કરવામાં આવ્યો.
► ભારતની 2026 ની જીડીપી ગ્રોથનો અંદાજ 1.1 ટકા ઘટાડીને 5.9 ટકા કરી દીધો છે.
► 3 થી 6 મહિનામાં બજારમાં મોટા ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે.
► ક્રૂડ ઓઈલની કિંમતો માર્ચ-એપ્રિલમાં 105 થી 115 ડોલર/બેરલ સુધી જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *