જૂનાગઢમાં હૃદયવિદારક ઘટના, વાડીમાં રમતા રમતા બે બાળકો ટાંકીમાં ડૂબ્યા, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

Spread the love

 

જૂનાગઢમાં ફરી એક વખત બાળકોની અસુરક્ષિતતાનો મુદ્દો સામે આવ્યો છે. પાજોદ અને હસનાપુર વિસ્તારમાં વાડીમાં રમતા રમતા બે નિર્દોષ બાળકો પાણીના ખુલ્લા ટાંકીમાં પડી જતાં તેમનું ડૂબીને મોત (Children Death) નીપજ્યું છે. આ ઘટનાએ સ્થાનિકોમાં શોકની લહેર જગાવી છે અને વાલીઓને બાળકોની સુરક્ષા વિશે ચેતવણી આપી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બંને બાળકો વાડીમાં રમી રહ્યાં હતાં ત્યારે અચાનક પાણીના કુંડામાં પડી ગયાં.આસપાસના લોકોએ તરત જ દોડી આવીને બાળકોને બહાર કાઢ્યા, પરંતુ તે સમયે તેમની હાલત ગંભીર હતી.

રમતા રમતા મોતને (Children Death) ભેટ્યા બાળકો

લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ તરફ લઈ જવાની કોશિશ કરી, પરંતુ હોસ્પિટલપહોંચે તે પહેલાં જ બંને બાળકોનું મોત (Children Death) થઈ ગયું.સ્થાનિક વહીવટીતંત્રે આ બાબતે તપાસ શરૂ કરી છે. બાળકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

આ પહેલા અન્ય બાળકો ડૂબવાનો બનાવ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે બન્યો હતો. જેમાં નેત્રાવતી નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે આ અંગે માછીમારોને જાણ થતાં તેમને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. માછીમારો અને તરવૈયાની સમયસૂચકતાને લીધે બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *