કાચા મકાનોના છાપરા ઉડી શકે છે…70 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, અંબાલાલ પટેલની ભારે આગાહી

Spread the love

 

ગુજરાતના બાબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીર આગાહી કરી દીધી છે. 28 માર્ચથી દેશના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 28 માર્ચના રોજ એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) સક્રિય થઈ રહ્યો છે. આ સિસ્ટમ જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગોમાં ત્રાટકશે. રાજસ્થાનમાં તો 60 થી 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે કાચા મકાનોના છાપરા ઉડી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

સોના-ચાંદીના ભાવને લઈ બાબા વેંગા કહેવાતા અંબાલાલની ચોંકાવનારી આગાહી; આપી દીધા સંકેત

ગુજરાતના ખેડૂતો માટે ‘રેડ એલર્ટ’
અંબાલાલ પટેલે ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કરી છે કે આગામી 20 દિવસ ખૂબ જ સાચવવાની જરૂર છે. તેજ પવન અને કમોસમી ફેરફારને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન થઈ શકે છે. ઉત્તર ભારતના ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કરા પડવાની પણ શક્યતા છે. તોફાની પવનને કારણે દેશના અનેક ભાગોમાં વીજ કપાત (Power Cut) થવાની પણ સંભાવના છે.

યુદ્ધનું સંકટ ઘેરું બનશે, ગ્રહોની ચાલ કાળજું કંપાવી દે તેવી! અંબાલાલની ભારે આગાહી

ગુજરાત અને સમગ્ર ભારત પર અસર
આ સિસ્ટમ માત્ર ઉત્તર ભારત પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની અસર છેક કેરળ સુધી જોવા મળશે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આ તોફાની પવનોની અસર જોવા મળશે. આગામી 28 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન ‘સપ્ત પવનો’ ફૂંકાશે, જે વાવાઝોડા જેવો અનુભવ કરાવી શકે છે. અરબ સાગર અને બંગાળની ખાડી એમ બંને તરફથી આવતો ભેજ મધ્ય પ્રદેશ થઈને કેરળ સુધી એક મોટું વેધર જંકશન બનાવશે.

સંસ્કારી નગરી લજવાઈ! લગ્નની લાલચે ડોક્ટરે બ્યુટી પાર્લર સંચાલિકા સાથે શરીરસુખ માણ્યુ

આ તારીખો નોંધી લેજો
હવામાન નિષ્ણાંતના મતે આ ખતરો લાંબો ચાલશે. 28 માર્ચ થી 3 એપ્રિલે ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ. 5 એપ્રિલ, 8 એપ્રિલ અને 16 એપ્રિલ આ તારીખો દરમિયાન પણ દેશના વિવિધ ભાગો સહિત ગુજરાતમાં વાતાવરણ ડહોળાયેલું રહેશે. ખેડૂત ભાઈઓએ પોતાના કાપેલા પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને માલ-ઢોરની સુરક્ષા માટે અત્યારથી જ આયોજન કરી લેવું હિતાવહ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *