Advocate News : રાજયના વકીલોને ગરમીમાં કાળો કોટ પહેરવામાંથી મુકિત, ગુજરાત બાર કાઉન્સિલનો નિર્ણય

Spread the love

 

જેને પગલે રાજ્યની તમામ જિલ્લા-તાલુકા કોર્ટો, ફેમિલી કોર્ટ, ટ્રિબ્યુનલ્સ અને મજૂર અદાલતોમાં વકીલોને ગરમી અને બારામાં કાળો કોટ પહેરવામાંથી મુક્તિ મળતાં રાજ્યભરના વકીલોમાં રાહતની લાગણી ફેલાઈ છે. અલબત્ત, કાળો કોટ પહેરવામાંથી મુક્તિ છતાં તેઓએ એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ દરમિયાન સફેદ શર્ટ, બેન્ડ સહિતના ડ્રેસ કોડનું તો પાલન કરવું જ પડશે.

રાજ્યભરના વકીલોને તા.૧-૪-૨૦૨૯થી તા. ૩૧-૭-૨૦૨૬ દરમિયાન ચાર મહિના માટે કાળો કોટ પહેરવામાંથી મુક્તિ અંગે બાર કાઉન્સિલ દ્વારા રાજ્યના તમામ ૨૮૨ વકીલ મંડળોને જાણ પણ કરાઈ છે.

આ ડ્રેસ ઉપરાંત બેન્ડ અને ગાઉન પહેરવું ફરજિયાત હોય છે

ગુજરાત બાર કાઉન્સિલની ફાઈનાન્સ કમિટીના પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રૂલ્સ મુજબ, ભારતમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલોને નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ દરમિયાન સફેદ શર્ટ, ટાઈ અને કાળો કોટ તથા હાઈકોર્ટમાં આ ડ્રેસ ઉપરાંત બેન્ડ અને ગાઉન પહેરવું ફરજિયાત હોય છે. પરંતુ ગુજરાત રાજ્યની જિલ્લા-તાલુકા કક્ષાની નીચલી કોર્ટોમાં હજુ પણ મોટાભાગની કોર્ટો એરકન્ડીશન્ડ વિનાની હોવાથી ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન વકીલોને કાળો કોટ પહેરી પ્રેક્ટિસ કરવામાં ઘણી હાલાકી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *