ભાવનગરના મહુવા તાલુકામાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થીને બદલે તેના મિત્રએ કે જે એક શિક્ષક છે તેણે બે પેપર આપ્યા હોવાનું ખુલ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષકે આ મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 2 તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ધોરણ-12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી.
આ પરીક્ષામાં મહુવા તાલુકામાં ડમી વિદ્યાર્થી કૌભાંડ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ કૌભાંડમાં મહુવા તાલુકાની માળીયા ગામની મધુમતી સ્કૂલ અને જાફરી & ફાતિમા સ્કૂલમાં આ ગેરરીતિ આચરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, કરાર આધારિત શિક્ષક ધાર્મિક ઢાપાએ અસલી વિદ્યાર્થી રાહુલ જીતુભાઈ શિયાળ વતી પરીક્ષા આપી હતી. ધાર્મિક ઢાપાએ 27 ફેબ્રુઆરીએ તત્વજ્ઞાનનું પેપર અને 13 માર્ચે ભૂગોળનું પેપર આપ્યું હતું. એક જવાબદાર પદ પર હોવા છતાં, શિક્ષકે વિદ્યાર્થીનું નામ ધારણ કરીને પરીક્ષા આપી તે બાબતે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
છોડો કોલેજના ચક્કર! ધોરણ-12 બાદ કરો આ 5 ડિપ્લોમા કોર્સ, દર મહિને થશે મોટી કમાણી
આધારિત શિક્ષક ધાર્મિક ઢાપાએ ધોરણ 12 HSCની રિપીટર પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીના સ્થાને બેસીને પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે. પોલીસે પરીક્ષા આપનાર શિક્ષક ધાર્મિક ઢાપા અને વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. DYSP એમ. બી. નકુમે જણાવ્યું કે, આ સમગ્ર મામલે જે વિદ્યાર્થીને પરીક્ષા આપવાની હતી તે અને જે ડમી વિદ્યાર્થી છે તેઓને નોટિસ આપી બોલાવવામાં આવશે. તેમજ સ્કૂલ તરફથી કોઈ મિસ મેનેજમેન્ટ થયું છે કે કેમ અથવા ત્યાં કોઈએ મદદગારી કરી છે કે કેમ એ બાબતે તપાસ કરવામાં આવશે.