Rajkot માં PSI થી મિસ ફાયરિંગ, રિવોલ્વર સાફ કરતા છૂટી ગોળી, PSI અને મહિલા લોહીલુહાણ

Spread the love
રાજકોટ (Rajkot) માં પોલીસ કર્મીથી મિસ ફાયરિંગમાં બે ઇજાગ્રસ્ત
સાયબર ક્રાઇમના PSIની રિવોલ્વરમાંથી છૂટી ગોળી
રિવોલ્વર સાફ કરતા અચાનક ગોળી છૂટતા અફરાતફરી
મિસ ફાયરિંગમાં PSI અને એક મહિલા ઇજાગ્રસ્ત
યુનિવર્સિટી રોડ પરના એપાર્ટમેન્ટમાં બની ગંભીર ઘટના
રાજકોટ( Rajkot) ના યુનિવર્સિટી રોડ (University Road) પર આવેલા ‘સમન્વય સુલક એપાર્ટમેન્ટ’માં મોડી રાત્રે ફાયરિંગની (Firing) ઘટના બની હતી.

સાયબર ક્રાઇમમાં (Cyber Crime) ફરજ બજાવતા PSI એન.કે. પંડ્યા (PSI N.K Pandya) ની સર્વિસ રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટી જતાં ચકચાર મચી ગઈ હતી.

રાજકોટ (Rajkot) માં પોલીસ કર્મીથી મિસ ફાયરિંગમાં બે ઇજાગ્રસ્ત

 

પ્રાથમિક વિગતો મુજબ, PSI પંડ્યા પોતાની રિવોલ્વર સાફ (Cleaning) કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ગોળી છૂટી ગઈ હતી. આ અકસ્માતને પગલે એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

ઇજાગ્રસ્ત PSI અને મહિલા હોસ્પિટલમાં

 

આ મિસ ફાયરિંગમાં PSI પોતે અને ત્યાં હાજર એક મહિલા ઇજાગ્રસ્ત (Injured) થયા છે. બંનેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં (Private Hospital) ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસે હાથ ધરી તપાસ

 

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો (Police Convoy) ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી રિવોલ્વર અને અન્ય પુરાવાઓ એકત્ર કરી વધુ તપાસ (Investigation) હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *