LPG બાદ હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ખાનગી ફ્યૂલ રિટેલર કંપનીઓ ઝડપથી ભાવ વધારી રહી છે. શેલ ઈન્ડિયા (Shell India) એ 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. તેની પહેલા નાયરા એનર્જી ભાવ વધારી ચૂકી છે. કંપનીઓનું કહેવું છે કે કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહેવાને કારણે તેને નુકસાન થઈ રહ્યું છે.
7.41 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ
અમદાવાદમાં શેલના સામાન્ય પેટ્રોલની કિંમત 111.49 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે શેલ પાવર પેટ્રોલની કિંમત 122.68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ગુજરાતના અલગ-અલગ શહેરમાં ભાવમાં થોડો ફેરફાર હોઈ શકે છે.
25.01 રૂપિયા મોંઘુ થયું ડીઝલ
ડીઝલના મામલામાં વધારો વધુ ચોંકાવનારો રહ્યો છે. ડીઝલની કિંમતમાં એક ઝટકામાં 25.1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે સામાન્ય ડીઝલ 123 રૂપિયા આસપાસ અને પ્રીમિયમ ડીઝલ 133 રૂપિયા આસપાસ વેચાઈ રહ્યું છે. સૂત્રો પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ આવી રહી તો આવનાર સમયમાં ડીઝલની કિંમત 148 રૂપિયાથી 165 રૂપિયા પ્રતિ લીટર પહોંચી શકે છે.
સામાન્ય લોકોને મોટો ઝટકો, અમદાવાદ સહિત આ શહેરોમાં 51 રૂપિયા મોંઘો થયો LPG સિલિન્ડર!
કેમ વધી રહ્યાં છે ભાવ
કિંમતોમાં વધારો થવાનું કારણ મિડલ ઈસ્ટમાં વધી રહેલો તણાવ છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારતમાં કાચા તેલની સપ્લાય થાય છે, પરંતુ ઈરાન સંઘર્ષને કારણે આ રૂટ પર અનિશ્ચિતતા વધી ગઈ છે. ઈરાન સાથે જારી યુદ્ધ જેવી સ્થિતિએ વૈશ્વિક ઓયલ માર્કેટને હચમચાવી દીધું છે, જેનાથી કાચા તેલની કિંમતમાં જોરદાર તેજી આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે 28 ફેબ્રુઆરી બાદ, જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યાં, ત્યારથી બ્રેન્ડ ક્રૂડની કિંમતોમાં આશરે 60 ટકા સુધીનો વધારો થયો છે. તેની સીધી અસર ભારત જેવા દેશો પર પડી રહી છે, જે પોતાની જરૂરિયાતનું 88 ટકા જેટલું કાચુ તેલ આયાત કરે છે. તેવામાં સપ્લાય ચેનમાં આવેલી સમસ્યાથી કિંમતો ઉપર જઈ રહી છે.
ખાનગી કંપનીઓ પર દબાવ એટલા માટે વધુ છે કારણ કે સરકારી તેલ કંપનીઓએ હજુ સુધી કિંમતમાં ફેરફાર કર્યો નથી. સરકારી કંપનીઓને નુકસાનની ભરપાઈ કરવા માટે કેટલીક હદ સુધી સહારો મળી જાય છે, પરંતુ ખાનગી કંપનીઓને કોઈ સમર્થન મળતું નથી. આ કારણે તેણે વધેલો ખર્ચ ગ્રાહકોના ખિસ્સા પર નાખલો પડી રહ્યો છે. આવનાર દિવસોમાં જો આ સ્થિતિ યથાવત રહી તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટો વધારો થઈ શકે છે.