ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના હવામાનને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. આગામી દિવસોમાં અરબ દેશોની ‘કાળી આંધી’ અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહેશે.
પવનની ગતિ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાંથી લઈને દેશના ઉત્તર ભારત સુધીમાં 60 થી 70 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાશે.
આગામી 48 કલાકમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપની એન્ટ્રી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે અરબ સાગર અને બંગાળની ખાડી એમ બંને તરફથી ભેજ ખેંચાશે, જેના પરિણામે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગીલી બનશે. આગામી 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે. જેની અસર અરબ સાગરનો ભેજ ખેંચાઈ શકે છે. બંગાળના ઉપસાગરનો ભેજ પણ ખેંચાઈ શકે. 3-6 એપ્રિલ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકા ઓખા જામનગર ભાગોમાં વિસ્તારમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે.
કયા વિસ્તારોમાં થશે ભારે વરસાદ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 3 થી 6 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા અને જામનગરના વિસ્તારોમાં વધુ વરસાદ થવાની સંભાવના છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના પણ આ વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત પંચમહાલ અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક છાંટા કે હળવો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંતના મતે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં પવનની ગતિ 60 થી 70 કિમી પ્રતિ કલાક રહી શકે છે, જ્યારે ગુજરાતમાં તેની અસરને કારણે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગાજવીજ અને પવન સાથે રાજ્યના કેટલાક ભાગોમાં કરા પડવાની પણ શક્યતા છે.
ગુજરાતમાં ગરમી અને વાવાઝોડાને લઈને ચેતવણી
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલને કારણે હાલમાં ગરમીમાં થોડી રાહત મળશે, પરંતુ એપ્રિલના અંતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. 20 એપ્રિલથી ગરમી વધશે અને 26 એપ્રિલ સુધીમાં પારો 43 ડિગ્રીને પાર કરી શકે છે. 11 થી 20 મે દરમિયાન આરબ દેશોની કાળી આંધી આવવાની શક્યતા છે, જેની અસર પશ્ચિમ ભારતમાં જોવા મળશે. મે મહિનામાં બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડાની શક્યતા છે. સાથોસાથ અરબી સમુદ્રમાં પણ અતિભારે વાવાઝોડું સર્જાઈ શકે છે.
જોકે, આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ શકે છે, જેથી ગુજરાત પર તેની અસર ઓછી રહેવાની ધારણા છે. ખેડૂતોને આ આગાહીને ધ્યાને રાખીને પોતાના પાકની જાળવણી કરવા અને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે.