Gj 18 ડભોડા ખાતે ભક્તોનું ઘોડાપૂર, તેલની નદીઓ જતી હોય તેમ દાદા ને નવડાવ્યા, 151 કિલો ની કેક કાપી હનુમાન દાદાની જન્મોત્સવની ધમાકેદાર ઉજવણી

Spread the love

 

ગાંધીનગર નજીક આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ડભોડા ગામે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા ડભોડિયા હનુમાનજીના સાનિધ્યમાં આજ રોજ ચૈત્રી પૂનમના પવિત્ર પર્વે ભક્તિ, શક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં રહી છે જે મોડી રાત સુધી ચાલશે. આજે વહેલી સવારથી જ ‘જય શ્રી રામ અને બજરંગબલી કી જય’ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.

હનુમાનજીના પ્રાગટ્ય સમયે 101 દીવાની ભવ્ય મહાઆરતી

આજે હનુમાન જન્મોત્સવ ઉજવણીના પ્રારંભે સવારે હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ દાદાને કરવામાં આવેલો 2500 જેટલા તેલના ડબ્બાનો મહાઅભિષેક છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જ્યાં ભક્તો પોતાની બાધા-આખડી પૂર્ણ કરવા તેલ અર્પણ કરે છે. બપોરે 12 કલાકે હનુમાનજીના પ્રાગટ્ય સમયે 101 દીવાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેનો લાહવો લઈ ભક્તો ધન્ય બન્યા હતા.

બપોરથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશે

આ પ્રસંગે 151 કિલોની વિશાળ કેક કાપીને જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે મનોરંજન અને ભક્તિના સંગમ સાથે બપોરથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશે. દિવસભરના ઉત્સવ બાદ રાત્રે 8.30 કલાકે આકાશમાં નયનરમ્ય ફાયર શો એટલે કે ભવ્ય

આજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવનારા લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે શુદ્ધ ઘીના બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મંદિરના રસોડામાં 3100 કિલોગ્રામ બુંદીનો પ્રસાદ તથા 1,111 કિલોગ્રામ શુદ્ધ ઘીની સુખડી તૈયાર કરવામાં આવી છે. આજે અંદાજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું રાત્રે 12 વાગ્યા સુધી વિતરણ સતત ચાલુ રાખવામાં આવ્યું છે.

મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરાશે આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડભોડામાં પ્રવેશતા દરેક રસ્તા પર પાર્કિંગની અલાયદી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે. ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી મંદિર સુધી પહોંચવા માટે ટ્રસ્ટ દ્વારા મફત રિક્ષા સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ભક્તો પ્રત્યક્ષ હાજર રહી શકે તેમ નથી તેમના માટે મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેથી વિદેશમાં વસતા ભક્તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઉત્સવનો લાભ લઈ શકે છે. આજે મંદિર પરિસરને ફૂલો અને રંગબેરંગી રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *