પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને દુનિયાને એવી ચેતવણી આપી છે જેનાથી વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચી શકે છે.દુનિયા હજુ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસના યુદ્ધની અસરોમાંથી બહાર નથી આવી.ત્યાં જ ઈરાને વધુ એક આર્થિક પરમાણુ જેવો વિસ્ફોટક સંકેત આપ્યો છે.ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ બાગેર ગલીબાફના એક સોશિયલ મીડિયા પોસ્ટે ગ્લોબલ માર્કેટમાં ફફડાટ ફેલાવી દીધો છે.
ઈરાનની ખુલ્લી ધમકી
ગલીબાફે સવાલ ઉઠાવ્યો છે કે દુનિયાના કેટલા ટકા તેલ,LNG,ઘઉં અને ચોખા બાબ અલ-મંદેબમાંથી પસાર થાય છે? આ માત્ર સવાલ નથી, પણ એક ખુલ્લી ધમકી માનવામાં આવી રહી છે.ઈરાન હવે હોર્મુઝની સાથે સાથે બાબ અલ-મંદેબ પર પણ પોતાનો સકંજો કસવાની તૈયારી કરી રહ્યું હોય તેવું જણાય છે.
કેમ મહત્વનું છે ‘બાબ અલ-મંદેબ’?
બાબ અલ-મંદેબ લાલ સમુદ્ર અને એડનની ખાડીને જોડે છે.આ માર્ગ સુએઝ નહેર દ્વારા યુરોપ અને એશિયા વચ્ચેનો મુખ્ય દરિયાઈ રસ્તો છે.દુનિયાનો મોટો હિસ્સો તેલ અને ગેસ માટે આ રસ્તા પર નિર્ભર છે.ઘઉં,ચોખા અને ખાતર જેવી જીવનજરૂરી ચીજોની સપ્લાય ચેઈન અહીંથી પસાર થાય છે.નિષ્ણાતોનું માનવું છે કે જો ઈરાન અને તેના સમર્થન જૂથો આ રસ્તામાં અવરોધ ઊભો કરશે
ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચશે.
જો ઈરાન બાબ અલ-મંદેબને નિશાન બનાવશે તો મોંઘવારીનો નવો રેકોર્ડ સર્જાશે.ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચશે.વૈશ્વિક ફૂડ સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ જશે.ઈરાનનો આ વ્યૂહાત્મક દાવ મોટા દેશોને પોતાની શરતો પર લાવવા માટેનો પ્રયાસ હોઈ શકે છે.અત્યાર સુધી માત્ર હોર્મુઝ પર ઈરાનનો પ્રભાવ હતો, પણ હવે લાલ સમુદ્રના પ્રવેશદ્વાર પર નજર બગાડીને તેણે અમેરિકા અને યુરોપના દેશોની ઊંઘ ઉડાવી દીધી છે.