ગુજરાત ATSને જબરદસ્ત સફળતાઃ આઇએસઆઈ જાસૂસ અને પાક. ગેંગનો સાગરિત ઝડપ્યો

Spread the love

 

ગુજરાત એટીએસને જબરદસ્ત સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટ ગેંગ સાથે પકડાયેલા એક સાગરિતને ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી શહજાદ ભટ્ટ ગેંગના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલા ગેરકાયદે કાર્યો પર મોટો ઘા કર્યો હતો.

તપાસમાં ખૂલ્યુ હતું કે પકડાયેલો આરોપી વિક્રમજીતસિંહ ઉર્ફે વિક્કી તરીકે ઓળખાય છે. તેને ડીસાના એક ઢાબામાંથી પકડવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી તેને શોધી રહી હતી. પ્રાથમિક તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. પકડાયેલો આરોપી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઈ માટે કામ કરતો હતો. તે પંજાબમાં ગ્રેનેડ હુમલાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. તેની સાથે દેશમાં અસંતોષ ફેલાવવાનો પ્રયત્ન કરતો હતો.

આ ઉપરાંત આરોપી સ્થાનિક યુવકોને ગેંગમાં ભરતી કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં જોડતો હતો. આના કારણે તે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો બની ગયો હતો. સુરક્ષા એજન્સીઓ હવે તેના સંપર્કો અને નેટવર્કો વિશે વધુ માહિતી મેળવવા માટે તપાસ આગળ ધપાવી રહી છે. પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવામાં આવી શકે છે. આ કાર્યવાહીના પગલે દેખાઈ આવ્યું છે કે સુરક્ષા દળો સંકલન કરે અને સતર્કતા દાખવે તો કેટલી સારી કામગીરી નીભાવી શકે છે. દેશની સુરક્ષા વધુ સારામાં સારી રીતે કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *