ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે કોંગ્રેસ પક્ષે સાત મનપા માટે પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 243 ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર અને સાત મનપા માટે કોંગ્રેસે આ યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટમાં 40 ઉમેદવારો, જ્યારે જામનગરમાં 18 નામો અને અમદાવાદમાં 93 નામોની જાહેરાત કરાઈ છે.
કોંગ્રેસે મનપાની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકા માટે 93 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે જામનગરમાં 18 ઉમેદવાર, ભાવનગરના 25, સુરતના 26 ઉમેદવાર, મોરબીના 23, વડોદરાના 18 તથા રાજકોટના 40 ઉમેદવાર મળી કુલ 243 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આ યાદી જાહેર થતા જ રાજકીય હલચલ શરૂ થઈ ચૂકી છે.
ખાસ રાજકોટ મનપાની વાત કરીએ તો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટમાં 72 પૈકી 40 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. જેમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા દેવુબેન જાદવને પણ ટિકિટ અપાઈ છે. કોંગ્રેસે વોર્ડ નંબર 16ના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જંગલેશ્વર વિસ્તાર વોર્ડ નંબર 16નો ભાગ છે. જ્યાં થોડા સમય પૂર્વે તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 15માં હજુ પણ ખેંચતાણ યથાવત જોવા મળી રહી છે. કેમ કે વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 11માં એક પણ ઉમેદવારના નામની જાહેરાત પ્રથમ યાદીમાં નહીં.
આ તરફ અમદાવાદમાં દાણીલીમડાથી શહેઝાદ ખાન પઠાણને ટિકિટ અપાઈ છે. શહેઝાદ ખાન પઠાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા અને વિપક્ષના નેતાની ભૂમિકા ભજવે છે, ત્યારે કોંગ્રેસ તેઓને દાણીલીમડા પર કોર્પોરેટર તરીકે અનેક રિપીટ થયા છે, ત્યારે કોંગ્રેસ ફરી એકવાર તેઓ પર વિશ્વાસ વ્યક્ત કરી તેઓને આ વોર્ડમાંથી ટિકિટ આપી છે. ત્યારે આ યાદી જાહેરાત થતા જ રાજકીય હલચલ શરૂ થઈ ચૂકી છે. જોકે, જે આવનારા સમયમાં કોંગ્રેસ બાકી વધેલી મનપા પર ઉમેદવારોની જાહેરાત કરશે, જેના પર સૌની નજર રહેશે.