અમદાવાદમાં ચૂંટણી ટાંણે જ કોંગ્રેસ નેતાની ધરપકડથી અનેક તર્ક-વિતર્ક, રાજકારણ ગરમાયું

Spread the love

 

હાલ ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદમાં એક કોંગ્રેસ નેતાની ધરપકડ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલરની ધરપકડ થઇ છે. નડિયાદ ખાતે જમીન કેસ મુદે પૂર્વ કાઉન્સિલર તસનીમઆલમ તીરમીઝી સહિત તેમના પુત્રની ધરપકડ થઈ છે, ત્યારે ચૂંટણી માટે બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસમાંથી પ્રબળ દાવેદાર ગણતા પૂર્વ કાઉન્સિલર તસનીમઆલમ તીરમીઝીની ચૂંટણી પહેલા ધરપકડ થતા ઉભા થયા તર્ક-વિતર્ક સર્જાયા છે.

જે મામલે રાજકિય હલચલ શરૂ થઈ છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર તસનીમઆલમ તીરમીઝી સહિત તેમના પુત્રની એક જુના કેસમાં ધરપકડ કરાઈ છે. આરોપ છે કે, તસનીમઆલમ તીરમીઝીએ ખેડા-નડિયાદના કપડવંજમાં જમીન ખરીદી માટે પોતાને બોગસ ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. કપડવંજના પુનાદરા ગામમાં ખેડૂત બનવા માટે તેમને ખોટું પેઢીનામું બનાવ્યું હતું. જે મામલે પનાદરા ગામના તલાટી મંત્રીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેથી આ કેસમાં તેઓની હાલ ધરપકડ થઈ છે.

જમીન ખરીદી અને બોગસ ખેડૂત બાબતે અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર તસનીમઆલમ તીરમીઝી સાથે તેમના પુત્રની પણ ધરપકડ કરાઈ છે. પનાદરા ગામના તલાટી મંત્રીની ફરિયાદ બાદ કપડવંજ પોલીસે ગઈકાલે મોડીરાત્રે આ બંને પિતા-પુત્રની કરી છે, ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાઉન્સિલરો ધરપકડ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.

નોંધનીય છે કે, હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ કાઉન્સિલર તસનીમઆલમ તીરમીઝી બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસના પ્રબળ દાવેદાર હતા. ત્યારે ચૂંટણી પહેલા તેમની ધરપકડ થતા કોંગ્રેસ આ મામલે વિપક્ષ પર આક્ષેપ કરી છે, જેથી આ મુદ્દે હાલ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *