ગાંધીનગર જિલ્લા ભાજપાના ઉપક્રમે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના નાગરિકો માટે આપેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલના નેતૃત્વમાં ધરણા વિરોધ પ્રદર્શન કલોલ ખાતે યોજાયા
ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના નાગરિકો માટે આપેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લા ભાજપાના ઉપક્રમે ધરણા વિરોધ પ્રદર્શન કલોલ ખાતે યોજાઈ ગયા હતા.
આ ધરણા વિરોધ પ્રદર્શનમાં જિલ્લા તેમજ મંડળ ભાજપાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને મલ્લિકાર્જુન ખડગે દ્વારા અપાયેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢી અને સૂત્રોચાર દ્વારા તેમજ પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને વિરોધ નોંધાયો હતો.

