મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધ પર સીઝફાયરના સમાચાર આવતા વિશ્વમાં રાહત વ્યાપી હતી પરંતુ હવે આ રાહત ટૂંકાગાળાની જણાઈ રહી છે કારણ કે લેબનોન પર ઈઝરાયેલના હુમલાઓથી ઈરાન ફરીથી ભડકી ગયું છે અને હોર્મુઝ બંધ કરી દીધુ છે. ઈરાને આ યુદ્ધ બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા જહાજો પાસેથી ટોલ વસૂલવાનું પણ નક્કી કરી લીધુ છે.
ઈરાને કહ્યું કે તે ઈચ્છે છે કે હોર્મુઝમાંથી પસાર થનારા જહાજો પાસેથી તે ઓછામાં ઓછું એક ડોલર પ્રતિ બેરલનો ટોલ વસૂલ કરશે. હવે આ બધા વચ્ચે ભારતના જાણીતા બેંકર અજય બગ્ગાએ પણ કહ્યું કે જો ઈરાન હોર્મુઝમાંથી ટોલ વસૂલશે તો ભારતે પણ દક્ષિણ આંદમાનમાં સમુદ્રમાંથી પસાર થનારા જહાજો પાસેથી ટોલ વસૂલવો જોઈએ.
શું કહે છે અજય બગ્ગા?
અજય બગ્ગાએ ઈરાનને હોર્મુઝમાથી પસાર થનારા જહાજો પર ટોલ વસૂલવાની વાત કરતા નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ ટ્રેન્ડ સમગ્ર દુનિયામાં શરૂ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે અજય બગ્ગા ઈન્ડિયન ફાઈનાન્શિયલ સેક્ટરના જાણીતા હસ્તી છે અને તેમનો મત માર્કેટ અને જિયો પોલિટિક્સ બંનેમાં મહત્વનો ગણાય છે.
પાકિસ્તાન નહીં આ દેશે કર્યો કમાલ, કરાવ્યો ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ!
અજય બગ્ગાએ કહ્યું કે, જો ઈરાનને હોર્મુઝમાંથી ટોલ વસૂલવાની છૂટ મળશે તો આ એક ખતરનાક મિસાલ બનશે. પછી સિંગાપુર મલક્કા સ્ટ્રેટમાં અને તુર્કી બોસ્ફોરસમાં પણ ટોલ લગાવી શકે છે. તેમણે ભારતને સલાહ આપી કે આપણે પણ આંદમાન-નિકોબાલના દક્ષિણમાં નેવી તૈનાત કરીને ભારતીય મહાસાગરમાંથી પસાર થતા તમામ જહાજો પાસેથી ટોલ વસૂલવાનું શરૂ કરવું જોઈએ.