- US-Israel-Iran War Live Updates
- પાકિસ્તાનમાં આજે અમેરિકા-ઈરાન વચ્ચે વાટાઘાટો
- બે સપ્તાહના સીઝફાયર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળશે
- અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ બેઠકમાં હાજર રહેશે
- ઈરાની સંસદના અધ્યક્ષ, વિદેશમંત્રી ઉપસ્થિત રહેશે
- વાટાઘાટોના પગલે ઈસ્લામાબાદમાં બે દિવસની રજાઓ
- આગળની શાંતિ પ્રક્રિયા માટે આજની બેઠક મહત્વની
US-Israel-Iran War Live Updates : વિશ્વ અત્યારે એક અત્યંત મહત્વપૂર્ણ રાજદ્વારી (Diplomatic) ઘટનાનું સાક્ષી બની રહ્યું છે.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) અંગેની નિર્ણાયક બેઠક યોજાવા જઈ રહી છે. આ મધ્યસ્થી મંત્રણા મધ્ય-પૂર્વના તણાવને ઘટાડવા અને શાંતિ પ્રક્રિયાને (Peace Process) વેગ આપવા માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી આ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વના દેશ પરેશાન થઇ રહ્યા છે. જોકે, હવે આ બેઠક થવાની હોવાથી આશા જાગી છે કે યુદ્ધ ફરી શરૂ નહીં જ થાય.
જેડી વેન્સ કરશે અમેરિકી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ
આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ (Vice President) જેડી વેન્સ પોતે હાજર રહીને પોતાની ટીમનું નેતૃત્વ કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. પરિસ્થિતિની ગંભીરતા અને સુરક્ષા (Security) વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદમાં 2 દિવસની જાહેર રજા (Public Holiday) જાહેર કરી છે, જેથી બેઠક દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે.