અમદાવાદના ચાંદખેડા (Chandkheda incident) વિસ્તારમાં બે નાની બાળકીના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. હવે આ કેસમાં સત્ય બહાર લાવવા માટે પોલીસ લાઈ ડિટેકશન ટેસ્ટનો સહારો લેવા જઈ રહી છે.
FSL રિપોર્ટ આવ્યા બાદ કોર્ટની મંજૂરી મેળવી આ ટેસ્ટ હાથ ધરવામાં આવશે.
Chandkheda incident: પિતાની લાંબી પૂછપરછ છતાં સવાલો યથાવત
ગઈકાલે બાળકીના પિતા વિમલ પ્રજાપતિની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેમણે સતત ખીરું (Chandkheda incident) ખરાબ હોવાનું જ કારણ આપ્યું છે. તેમ છતાં પોલીસને હજુ અનેક સવાલોના જવાબ મળ્યા નથી.
શું છે સમગ્ર ઘટના?
ચાંદખેડા (Chandkheda incident)ની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિએ સ્થાનિક ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યું હતું. પરિવાર સાથે ઢોસા ખાધા બાદ તમામની તબિયત બગડી ગઈ હતી. આ ઘટનામાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના દુર્ભાગ્યે મોત નિપજ્યા હતા. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
FSL તપાસ અને મહત્વના પુરાવા
ઘટના બાદ FSL ટીમે ડેરી અને ઘર બંને સ્થળે તપાસ કરી હતી. ખીરું, વાસણ, દવાઓ, ચાદર સહિતની વસ્તુઓ સેમ્પલ તરીકે જપ્ત કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે જો ખીરામાં ખામી હોત તો અન્ય લોકો પણ બીમાર પડ્યા હોત, પરંતુ એવું બન્યું નથી-જેને કારણે શંકા વધુ ઘેરી બની રહી છે.
ડાયરીમાંથી મળ્યા સંકેતો
તપાસ દરમિયાન પોલીસે ઘરેથી એક ડાયરી પણ કબજે લીધી છે. તેમાં પરિવારની વ્યક્તિગત બાબતો, ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ માટેની ઈચ્છા અને ધાર્મિક માન્યતાઓનો ઉલ્લેખ જોવા મળ્યો છે. આ કારણે હવે તપાસમાં પારિવારિક તણાવ, આર્થિક સ્થિતિ અને અન્ય સંભવિત કારણો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
CCTV અને મૂવમેન્ટ ટ્રેકિંગ
પોલીસ વિમલ પ્રજાપતિની દરેક હલચલની તપાસ કરી રહી છે. ડેરીથી લઈને ઘરે પહોંચ્યા સુધીના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. તે સીધા ઘરે ગયો હતો કે વચ્ચે ક્યાંય રોકાયો હતો,તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.