Islamabad Talk વચ્ચે ટ્રમ્પે મોકલ્યા જંગી જહાજો, 50000 સૈનિકો Iran ને ઘેરવા તૈયાર!

Spread the love
અમેરિકાએ 50,000 થી વધુ સૈનિકો અને ‘યુએસએસ જોર્જ એચ.ડબલ્યુ. બુશ’ જેવા એરક્રાફ્ટ કેરિયરને ઈરાન નજીક તૈનાત કર્યા. ઈરાની પ્રતિનિધિ મંડળે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર વાટાઘાટો પહેલા લેબનોનમાં તરત જ યુદ્ધવિરામ અમલી બનવો જોઈએ.

ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કૂટનીતિ નિષ્ફળ જશે, તો અમેરિકી નૌકાદળ ઈરાન વિરુદ્ધ કડક સૈન્ય પગલાં લેવા તૈયાર છે.

Islamabad Talk: અમેરિકા (US) અને ઈરાન (Iran) વચ્ચે પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં એક બેહદ મહત્ત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો (Islamabad Talk) થવા જઈ રહી છે. પરંતુ આ કૂટનીતિક કોશિશોની સાથે, અમેરિકા મધ્ય-પૂર્વમાં પોતાની સૈન્ય શક્તિને પણ ઘણી ઝડપથી વધારી રહ્યું છે. આ વાટાઘાટોમાં હિસ્સો લેવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) પાકિસ્તાન (Pakistan) પહોંચી ચુક્યા છે. એક જ સમયે વાતચીતના મજ પર બેસવું અને યુદ્ધના મેદાનમાં સેના મોકલી- દર્શાવે છે કે આ સમયે પરિસ્થિતિ કેટલી નાજૂક અને ગંભીર છે. ઈરાની ડેલિગેશન પણ વાતચીત માટે ઈસ્લામાબાદ પહોંચી ચુક્યું છે.

 

અમેરિકાની સેના (US Army) ની મોટી તેનાતી

 

અમેરિકા કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયારી કરી રહ્યું છે. ધ વૉલ સ્ટ્રીટ જર્નલ (The Wall Street Journal) ના રિપોર્ટ મુજબ, અમેરિકા ફાઈટર જેટ્સ અને હુમલાખોર વિમાન પહેલા જ આ વિસ્તારમાં પહોંચી ચુક્યા છે. તેના સિવાય અમેરિકાની સેનાના 82મા એરબોર્ન ડિવિઝનના 1500થી 2000 સૈનિકો પણ જલ્દી ત્યાં તેનાત થવાની શક્યતા છે.

 

સમુદ્રમાં પણ ભારે હલચલ છે. યુએસએસ જ્યોર્જ એચ. ડબલ્યૂ. બુશ નામનું એરક્રાફ્ટ કરિયર અટલાન્ટિક મહાસાગર પાર કરી રહ્યું છે. તો પેસિફિક મહાસાગારમાંથી યૂએસએસ બોક્સર અને 11મી મરીન એક્સપેડિશનરી યૂનિટ પણ ખાડી દેશો તરફ આગળ વધી રહ્યું છે. તેમને ત્યાં પહોંચવામાં લગભગ 1 સપ્તાહનો સમય લાગશે.

 

મધ્ય-પૂર્વમાં સામાન્ય રીતે 40 હજાર અમેરિકન સૈનિકો તેનાત રહે છે. પરંતુ હવે તેમની સંખ્યા વધીને 50 હજારને પાર પહોંચી છે. આ સિવાય 2500 મરીન અને 2500 નૌસૈનિક ત્યાં પહેલેથી જ હાજર છે.

Iran નું વલણ અને શરતો

 

ઈરાને પણ વાતચીત માટે પોતાનું એક વરિષ્ઠ ડેલિગેશન ઈસ્લામાબાદ મોકલ્યું છે. જેનું નેતૃત્વ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બધેર ગલીબાફ (Mohammad Bagher Ghalibaf) અને વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી (Abbas Araghchi ) કરી રહ્યા છે. જો કે ઈરાન વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ તેણે કેટલીક આકરી શકતો પણ મૂકી છે.

 

લેબનાનમાં યુદ્ધવિરામ (Lebanon Ceasefire) : ઈરાનની મુખ્ય શરત એ છે કે અનૌપચારિક વાતચીત શરૂ થવાથી પહેલા લેબનાનમાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ થવો જોઈએ.

 

અમેરિકા પર અવિશ્વાસ: સ્પીકર ગલીબાફે સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાનની નિયત તો સારી છે, પરંતુ તેમને અમેરિકા પર બિલકુલ ભરોસો નથી. તેમણે ચેતવણી આપી છે કે જો અમેરિકાએ આ વાતચીતને માત્ર એક દેખાડો કે છેતરપિંડી બનાવવાની કોશિશ કરી, તો ઈરાન કડક એક્શન લેશે.

 

Donald Trump ની ખુલ્લી ચેતવણી

 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો કૂટનીતિ અને વાતચીત નિષ્ફળ જાય છે, તો સેનાનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે ક્હ્યુ છે કે અમેરિકા યુદ્ધજહાજો પર શસ્ત્રો લોડ થઈ રહ્યા છે અને જરૂરત પડવા પર તેનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યુ છે કે આગામી 24 કલાકની અંદર જ આ સ્પષ્ટ જઈ જશે કે આ શાંતિ વાટાઘાટો કઈ દિશામાં જઈ રહી છે.

અમેરિકાની બેવડી રણનીતિ

 

વિશેષજ્ઞોનું માનવું છે કે અમેરિકા હાલ બેધારી રણનીતિ પર કામ કરી રહ્યું છે. એક તરફ તે શાંતિની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ પોતાની સેનાને સ્ટેન્ડ બાય કરી રહ્યું છે. તેના બે મુખ્ય કારણો છે. પહેલું કારણ છે મોટી સૈન્ય તેનાતી જોઈને ઈરાન પર દબાણ બનશે, જેનાથી અમેરિકા વાતચીતના મેજ પર પોતાનું પલડું ભારે રાખી શકશે. જો વાતચીત સંપૂર્ણપણે તૂટી જાય છે, તો અમેરિકાની સેના તાત્કાલિક કાર્યવાહી જેવું કે ઈરાનના મુખ્ય ઓઈલ નિકાસ કેન્દ્ર ખાર્ગ ટાપુ પર હુમલા જેવી કાર્યવાહી માટે તૈયાર રહેશે.

 

આમ તો 50 હજાર સૈનિક એક મોટી સંખ્યા લાગે છે. પરંતુ સૈન્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે ઈરાન જેવા મોટા અને ગાઢ વસ્તી ધરાવતા દેશણાં કોઈ મોટા જમીની યુદ્ધ માટે આ સેના ઘણી ઓછી છે.

 

વિશ્વ પર અસર અને હાલની સ્થિતિ

 

આ યુદ્ધ હવે લગભગ 6 સપ્તાહોથી ચાલી રહ્યું છે અને તેનું પરિણામ બેહદ ગંભીર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) દુનિયા માટે એક ઘણો જ મહત્ત્વનો સમુદ્રી માર્ગ છે, જ્યાંથી દુનિયાનું અંદાજે 20 ટકા ઓઈલ પસાર થાય છે. હુમલાના કારણે આ માર્ગ બાધિત છે, જેનાથી આખી દુનિયામાં ઓઈલની કિંમતો વધી ગઈ છે અને ગ્લોબલ ઈકોનોમી (Global Economy) પર ખરાબ અસર પડી રહી છે.

 

આ 6 સપ્તાહના યુદ્ધે ભારે તબાહી મચાવી છે અને આખા પશ્ચિમ એશિયામાં ડર અને અસ્થિરતાનો માહોલ પેદા કરી દીધો છે. હવે જ્યારે એક તરફ બંને દેશ ટેબલ પર વાટાઘાટો માટે બેસી રહ્યા છે અને બીજી તરફ બંને સેનાઓ હથિયારો સાથે તૈયાર ઉભી છે, તો આગામી કેટલાક દિવસ આખી દુનિયા માટે બેહદ અનિશ્ચિતતા અને ચિંતાથી ભરેલા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *