ઘોર કળિયુગ: બેવફા નીકળેલી પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળી પતિને મારી નાખ્યો, દીકરીને સાથે રાખી તમાશો જોતી રહી

Spread the love

 

મધ્ય પ્રદેશના ઈન્દોરના રાજા રઘુવંશીના કેસ બાદ એવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે, જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી નાખી હોય. હવે આ જ ક્રમમાં ભીંડમાંથી એક સનસનીખેજ હત્યાનો ખુલાસો થયો છે. જ્યાં એક પતિ નીલેશ જાટવ પોતાની ત્રણ વર્ષની દીકરી અને પત્ની સાથે સાસરિયે જઈ રહ્યો હતો. ત્યારે અમુક અજાણ્યા હુમલાખોરોએ આવીને નીલેશને ગોળી મારી દીધી.

પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. હવે કહાનીમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં જાણવા મળ્યું છે કે પતિને મારવામાં પત્નીનો પૂરો હાથ છે અને તેમાં તેના પ્રેમીએ પણ સાથ આપ્યો છે.

બાદમાં અટેર પોલીસે મોટી કાર્યવાહી કરી અને આ મામલાનો ખુલાસો કર્યો છે. કહેવાય છે કે પત્ની રૂબીનો પ્રેમી વિશાલ જાયવ છેલ્લા 7-8 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને તેઓ વોટ્સએપ પર ખૂબ ચેટિંગ કરતા હતા. આ જ કારણથી પત્નીએ પતિને રસ્તામાંથી હટાવવા માટે સુનિયોજિત રીતે ચાલ ચલી. જ્યારે પતિ અને પત્ની મોટરસાયકલ પર સાસરિયે જઈ રહ્યા હતા અને દરમ્યાન તેમની બાળકી પણ તેમની સાથે હતી. ત્યારે પ્રેમી વિશાલ જાયવે બીજી બાઈક પર આવીને પતિને ગોળી મારી દીધી. આ દરમ્યાન બેગ પડવાનું બહાનું બનાવ્યું અને બાઈકથી દૂર થઈ ગઈ હતી. જેથી તેનો પ્રેમી તેને યોગ્ય રીતે ગોળી મારી શકે. ત્યાર બાદ પત્નીએ પોતાની માસૂમ બાળકીની સામે જ પતિની હત્યા કરાવી નાખી.

પતિની હત્યા બાદ ચીસો પાડી રડવા લાગી પત્ની

બાદમાં જ્યારે પતિને ગોળી વાગી ગઈ, તો પત્ની ચીસો પાડીને રડવા લાગી. ત્યાર બાદ તેણે પોતાના દિયરને ફોન કર્યો અને કહ્યું કે જલદી આવી જાઓ, અઘટિત ઘટના થઈ છે. પછી પતિને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડ્યો. જે બાદ ત્યાં પતિને મૃત જાહેર કરવામાં આવ્યો. ખાસ વાત એ રહી કે નીલેશના અંતિમ સંસ્કારમાં પણ આરોપી સામેલ થયો હતો.

પોલીસ સામે મહિલાએ સત્ય હકીકત જણાવી દીધી

ડીઆઈજી અસિત યાદવે આ મામલાનો ખુલાસો કર્યો છે અને જણાવ્યું કે, આ ઘટનામાં જે હથિયાર ઉપયોગ થયા હતા. તેને પણ પોલીસે જપ્ત કરી લીધા છે. તેમણે જણાવ્યું કે, પોલીસે અલગ અલગ રીતે પૂછપરછ કરી હતી, તો પત્નીએ સત્ય હકીકત જણાવી દીધી. પત્નીએ ઘટનાને લૂંટનું સ્વરૂપ આપવા માટે પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં કાવતરાની આખી કહાની સામે આવી છે. ગોળી મારે તે પહેલા પત્નીએ થોડી વાર પહેલા પ્રેમી સાથે વાત કરી હતી. તેનાથી આખું રહસ્ય ખુલી ગયું. પોલીસે કાર્યવાહી કરતા પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. તો વળી અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે. જે બાઈક પર બેસીને પ્રેમી આવ્યો હતો, તેને તેનો સાથી રાજેશ કુશવાહા ચલાવી રહ્યો હતો. રાજેશ હજુ પણ ફરાર છે. પણ પોલીસ તેને પણ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *