
વાન્સ (J.D. Vance) અને જેરેડ કુશનર (Jared Kushner) ઈરાન (Iran) સાથે શાંતિ મંત્રણા માટે ઇસ્લામાબાદ પહોંચ્યા હોવા છતાં, બંને દેશો વચ્ચેના અવિશ્વાસની ખાઈ એટલી ઊંડી છે કે કલાકો વીતવા છતાં હજુ સુધી સીધી મુલાકાત શક્ય બની નથી. એકતરફ ઈરાને લેબનોન (Lebanon) માં યુદ્ધવિરામ અને અબજો ડોલરના ફ્રીઝ થયેલા નાણાં મુક્ત કરવાની આકરી શરતો મૂકી છે, તો બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પરની નિર્ભરતા ઘટાડવા ‘અમેરિકી ઓઈલ’નો પાવર બતાવી ઈરાનને “ડૂબતું રાષ્ટ્ર” ગણાવી કડક ચેતવણી આપી દીધી છે.
Trump Oil Announcement : શાંતિ બેઠક માટે ટ્રમ્પની મધ્યસ્થતા
પાકિસ્તાન અત્યારે બંને દેશો વચ્ચે કડી તરીકે કામ કરી રહ્યું છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે (Shehbaz Sharif) જે.ડી. વાન્સ સાથે મુલાકાત કરી છે અને ઈરાની નેતાઓના સંદેશા અમેરિકા સુધી પહોંચાડ્યા છે. જોકે, ઈરાને ત્રિપક્ષીય બેઠક માટે કેટલીક અત્યંત કઠિન શરતો (Conditions) મૂકી છે. ઈરાનની માંગ છે કે ઇઝરાયલ (Israel) તત્કાલ લેબનોન (Lebanon) પરના હુમલા બંધ કરે અને કતાર સહિતના દેશોની બેંકોમાં ફ્રીઝ કરાયેલા ઈરાની નાણાં મુક્ત કરવામાં આવે.
ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
વ્હાઇટ હાઉસે (White House) સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાની શરતોમાં કોઈ ફેરફાર કરશે નહીં. ટ્રમ્પના મતે ઈરાન એક “ડૂબતું રાષ્ટ્ર” છે. જ્યારે તેમને મંત્રણાની સફળતા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “ચાલો જોઈએ, જો મંત્રણા સફળ નહીં થાય તો અમે ફરીથી સેટ (Reset) થવા માટે તૈયાર છીએ.” આ નિવેદન સ્પષ્ટપણે ફરીથી સૈન્ય હુમલા શરૂ કરવાનો સંકેત આપે છે.
હોર્મુઝ સ્ટ્રેટને લઇને આપ્યું નિવેદન
ઈરાનને ભીંસમાં લેવા માટે ટ્રમ્પે ‘તેલ’ (Oil) નો મુદ્દો છેડ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social) પર દાવો કર્યો કે અમેરિકા પાસે વિશ્વની બે સૌથી મોટી તેલ અર્થવ્યવસ્થાઓ કરતાં પણ વધુ અને ઉચ્ચ ગુણવત્તાનું તેલ છે. ટ્રમ્પે વિશ્વને આશ્વસ્ત કર્યું છે કે જો ઈરાન હોર્મુઝને (Strait of Hormuz) બંધ રાખશે, તો પણ અમેરિકા તેલ પુરવઠો જાળવી રાખવા સક્ષમ છે. આ સંદેશ દ્વારા ઈરાન પર દબાણ વધારવાની અમેરિકાની સ્પષ્ટ રણનીતિ દેખાઈ રહી છે.